બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Hit 7 sixes in a single over: This Indian cricketer did the impossible, know how he did it

મોટા સમાચાર / એક જ ઓવરમાં ફટકારી 7 સિક્સર: ભારતના આ ક્રિકેટરે અસંભવ કામ કરી બતાવ્યું, જાણો કઈ રીતે કર્યો કમાલ

Megha

Last Updated: 01:56 PM, 28 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

25 વર્ષના ઋતુરાજ ગાયકવાડે તેની ઇનિંગની 49મી ઓવરમાં કુલ 43 રન બનાવ્યા હતા અને એ એક જ ઓવરમાં તેને 7 સિક્સ ફટકારી હતી.

  • ઋતુરાજ ગાયકવાડે એક જ ઓવરમાં 7 સિક્સર ફટકારી
  • ઋતુરાજ ગાયકવાડે માત્ર 159 બોલમાં 220 રનની અણનમ ઇનિંગ રમી
  • ઋતુરાજ ગાયકવાડે તેની ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યા

વિજય હજારે ટ્રોફીમાં સોમવારે ઈતિહાસ રચવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચેની મેચમાં ફેન્સને એક જ ઓવરમાં સાત છગ્ગા જોવા મળ્યા હતા અને આ રેકોર્ડ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા ઋતુરાજ ગાયકવાડે બનાવ્યો છે. સાથે જ ગાયકવાડે અહીં ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ બેવડી સદી ફટકારી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ruturaj Gaikwad (@ruutu.131)

ગાયકવાડે તેની ધમાકેદાર આ ઇનિંગમાં 10 ફોર અને 16 સિક્સ ફટકારી
વિજય હજારે ટ્રોફીના આ મેચમાં ઉત્તર પ્રદેશ સામેની આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મહારાષ્ટ્રે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 330 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે માત્ર 159 બોલમાં 220 રનની અણનમ ઇનિંગ રમી હતી અને ગાયકવાડે તેની ધમાકેદાર આ ઇનિંગમાં 10 ફોર અને 16 સિક્સ ફટકારી હતી. આ બધા સાથે જ આઉથી વધુ આશ્ચર્યજનક વાત એ રહી હતી કે ઇનિંગની 49મી ઓવરમાં ઋતુરાજ ગાયકવાડે 7 સિક્સર ફટકારી હતી. 

એક જ ઓવરમાં 7 સિક્સર ફટકારી
25 વર્ષીય ઋતુરાજ ગાયકવાડે ઇનિંગની 49મી ઓવરમાં કુલ 43 રન બનાવ્યા હતા અને એ એક જ ઓવરમાં તેને 7 સિક્સ મારી હતી. યુપીની એ ઓવરમાં  શિવા સિંહે બોલિંગ કરી રહ્યા હતા જેમાં તેને એક બોલ નો-બોલ ફેંક્યો હતો અને દરેક બોલમાં ઋતુરાજ ગાયકવાડે સિક્સ ફટકારી હતી. જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડ આવું કરનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બની ગયો છે. 

• 48.1 ઓવર - 6 રન
• 48.2 ઓવર - 6 રન
• 48.3 ઓવર - 6 રન
• 48.4 ઓવર - 6 રન
• 48.5 ઓવર - 6 રન (નો-બોલ)
• 48.5 ઓવર - 6 રન (ફ્રી-હિટ)
• 48.6 ઓવર - 6 રન 6 રન

ઋતુરાજ ગાયકવાડે તેની ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યા
• લિસ્ટ-એ ક્રિકેટમાં તેની પહેલી બેવડી સદી 
• લિસ્ટ-એ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન 
• એક ઓવરમાં 7 સિક્સર મારનાર પહેલો બેટ્સમેન
• લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર 11મો ભારતીય ખેલાડી

એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ
•    43 રન: ઋતુરાજ ગાયકવાડ – મહારાષ્ટ્ર vs ઉત્તર પ્રદેશ, નવેમ્બર 2022 (ભારત) 
•     43 રન: બી. હેમ્પટન અને જે. કાર્ટર - નોર્ધન ડિસ્ટ્રિક્ટ vs સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ, નવેમ્બર 2018 (ન્યૂઝીલેન્ડ)

સંકળાયેલા મુદ્દાઓ

Ruturaj Gaikwad ઋતુરાજ ગાયકવાડ વિજય હજારે ટ્રોફી Ruturaj Gaikwad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ