બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / કપડાં નહીં ચામડાથી બની હતી પહેલી બ્રા! કઈંક આવો છે Braનો ઈતિહાસ
Last Updated: 07:37 PM, 6 January 2025
બ્રા સાથે દરેક મહિલાનો લવ-હેટનો સંબંધ હોય છે. એક બાજુ આ બોડી શેપ અને નિખરવા અને બ્રેસ્ટને સપોર્ટ આપવાનું કામ કરે છે, ત્યારે બીજી બાજુ તે ટાઈટ ઇલાસ્ટિકના કારણે મહિલાઓ આને ન પહેરવાથી વધારે કમ્ફર્ટેબલ રહે છે. જોકે, આને ધ્યાનમાં રાખીને હવે માર્કેટમાં ઘણી ડિઝાઇનની અને અલગ-અલગ સાઇઝની બ્રા સરળતાથી મળી જાય છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે બ્રાની શોધ કેવી રીતે થઈ અને શરૂઆતમાં પણ આવી જ હતી? તો ચાલો બ્રાનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ.
ADVERTISEMENT
પ્રાચીન કાળથી લઈને મધ્યકાલ સુધી
ADVERTISEMENT
બ્રા જેવી અત્યારે દેખાય છે, પહેલા આવી નહતી. પ્રાચીન કાળમાં મહિલાઓના શરીરને એક ખાસ આકાર આપવા માટે ભાત-ભાતની ચીજોનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમ કે કોર્સેટ.
પ્રાચીન સમયથી મિસ્ત્રમાં રહેતી મહિલાઓ ચામડાની બનેલી બ્રા પહેરતી હતી. જોકે, જે સ્વરૂપ આજની બ્રાથી ઘણી અલગ હતી. ચામડાની બનેલી આ બ્રાને પહેરવી ખૂબ મુશ્કેલ હતી. આનો ઉપયોગ પણ બોડીને શેપ આપવા માટે થતો હતો.
હવે થઈ કોર્સેટની શરૂઆત
આ બડ 17મી થી 18મી સદી આવતા-આવતા સફેદ રંગના અંડરગારમેન્ટ પહેરવાનું ચલણ શરૂ થયું. આ બ્રા જેવી નહીં, પરંતુ એક કમીઝ જેવી દેખાતી હતી. આ બાદ 19મી સદી આવતા-આવતા ઘણા દેશોમાં મહિલાઓએ કોર્સેટ પહેરવાનું શરૂ કર્યું. કોર્સેટ પાછળ દોરીઓ હોતી, જેને પહેરતા સમયે ખૂબ જોસથી બાંધવામાં આવતી હતી.
કોર્સેટમાં લોઢાના સળિયા હોતા, જેને ખેંચીને બાંધવામાં આવતા હતા, જેથી મહિલાઓનું ફિગર કલાકના કાચ જેવી દેખાય. આને વાંચીને જ તમે અંદાજો લગાવી શકો છો કે આને પહેરાવી કેટલું પીડાદાયક હશે.
મોર્ડન બ્રાનો જન્મ
કોર્સેટથી મહિલાઓના સ્વાસ્થ્યને થતા નુકસાનના કારણે ધીમે-ધીમે કોર્સેટ છોડીને આરામદાયક બ્રેસિયર કે બ્રાની શોધ કરવામાં આવી. શરૂઆતમાં બ્રા માત્ર એક કપડાંનો કટકો હતી, જેને બાંધીને બ્રાનો આકાર આપવામાં આવતો હતો, પરંતુ સમય સાથે સાથે આના કપડાં અને ડિઝાઇનમાં ઘણો બદલાવ થયો.
વધુ વાંચો:SBIની નવી યોજના લોકોને બનાવશે લખપતિ, જાણો કોને અને કેવી રીતે મળશે લાભ
આ બદલાવોને કારણે આજની મોડર્ન બ્રા બની. 20મી સદીમાં બ્રાની ડિઝાઇન અને ફેબ્રિકમાં ઘણા સુધારા થયા. મહિલાઓ માટે અલગ-અલગ પ્રકારની બ્રા ઉપલબ્ધ થવા લાગી જેવી કે સ્પોર્ટ્સ બ્રા, પેડેડ બ્રા વગેરે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT