બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / 'ગઢકાલિકા છું, મને ગઢ જોઈએ' મહાકાળીના વચન પર સિદ્ધરાજે બંધાવ્યાં, જાણો પાટણના નગરદેવી વિશે

દેવ દર્શન / 'ગઢકાલિકા છું, મને ગઢ જોઈએ' મહાકાળીના વચન પર સિદ્ધરાજે બંધાવ્યાં, જાણો પાટણના નગરદેવી વિશે

Last Updated: 06:30 AM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ શહેરના રાણીનીવાવ રોડ ઉપર આવેલુ ઐતિહાસિક અને પૌરાણિક મહાકાલી માતાનું મંદિર એક અનોખો ઇતિહાસ ધરાવે છે. પાટણનાં રાજા સિદ્ધરાજને માતાજીનાં પૂજન-અર્ચન માટે ઉજ્જૈન જવું પડતુ હતું

શહેરોમાં અને ગામોમાં મંદિરો તો અનેક હોય છે, મંદિરોની વિવિધતા અને મંદિરોના ઇતિહાસ પણ અનેક પ્રકારના હોય છે, પરંતુ પાટણ શહેરના નગરદેવી એવા મહાકાલી માતાનો ઇતિહાસ કંઈક અનોખો છે. પાટણ શહેરના રાણીનીવાવ રોડ ઉપર આવેલુ ઐતિહાસિક અને પૌરાણિક મહાકાલી માતાનું મંદિર એક અનોખો ઇતિહાસ ધરાવે છે. પાટણનાં રાજા સિદ્ધરાજને માતાજીનાં પૂજન-અર્ચન માટે ઉજ્જૈન જવું પડતુ હતું. સોલંકી વંશના મહાપ્રતાપી, પરદુખભંજન, યુદ્ધવીર અને દેવાંશી ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન અઢાર માઈલનો ઘેરાવો ધરાવતું પાટણ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી છલોછલ હતું. અત્યારે પણ પાટણને ઉત્તર ગુજરાતનું મૂળ માનવામાં આવે છે. ગુર્જર નરેશ સિદ્ધરાજે પૂજન-અર્ચન માટે કાલિકા માતાજીને ઉજ્જૈનથી પાટણ આવવા ઉગ્ર આરાધના અને ખૂબ કાકલૂદી કરી હઠ પકડી હતી.

D 33

'હું ગઢકાલિકા છું, મને ગઢ જોઈએ.'

મહાકાલી માતાજીએ પ્રસન્ન થઈ કહ્યું, 'હું ગઢકાલિકા છું, મને ગઢ જોઈએ.' સિદ્ધરાજે પાટણમાં બે ગઢ બંધાવ્યા અને માતાજી ગઢમાંથી સંપૂર્ણ મુખારવિંદ સાથે સ્વયંભૂ પ્રગટ થયાં હતા. જે હાલ અહીં બિરાજમાન છે. સંપૂર્ણ મુખારવિંદ એટલે, પાવાગઢમાં બિરાજમાન કાલિકા માતાજી નેત્રો સુધીનાં છે. કોલકાતાના કાલીઘાટમાં નાસિકા સુધીના છે અને ઉજજૈનમાં બિરાજતાં ગઢકાલિકાનાં અપૂર્ણ મુખારવિંદનાં દર્શન થાય છે. સમગ્ર ભારતમાં માત્ર પાટણમાં જ કાલિકા માતાજીનાં સંપૂર્ણ મુખારવિંદનાં દર્શન થાય છે. સિદ્ધરાજ જયસિંહ સ્થાપિત અતિપ્રાચીન મંદિર આશરે 900 વર્ષ પુરાણુ છે. પાટણનાં નગરદેવીનાં ચૈત્રી, આસો નવરાત્રિ અને દિવાળીના તમામ તહેવારો ધામધૂમથી ઊજવાય છે. લોકમેળા ભરાય છે અને વર્ષ દરમિયાન પાટણની તમામ જ્ઞાતિ તરફથી અલગ અલગ નક્કી કરેલી તિથિ પ્રમાણે હોમ-હવન અને ઉજવણી કરવામાં આવે છે.

D 2

કાળીચૌદશના રોજ કાલીપૂજાનું મંદિરે વિશેષ મહત્વ

આસો માસની દુર્ગાષ્ટમીના રોજ સંધિપૂજા તથા કાળીચૌદશના રોજ કાલીપૂજાનું મંદિરે વિશેષ મહત્વ છે. સિદ્ધરાજ જયસિંહે બે ગઢ બંધાવ્યા અને એ ગઢમાંથી માતાજી સંપૂર્ણ મુખારવિંદ સાથે સ્વયંભૂ પ્રગટ થયાં હતાં. પાટણનાં નગરદેવી કાલિકા માતાજી પોતાના ખુલ્લા મુખમાં 34 પ્રકારના મરી-મસાલા ધરાવતું પાન 24 કલાક મોઢામાં રાખે છે, એ પાન પ્રસાદરૂપે ભક્તોને મળે છે. મંદિરની બીજી વિશેષતા એ છે કે અહીં કાલિકા માતાજીના સમીપે અષ્ટાદશભુજ અઢાર હાથવાળાં ભદ્રકાળી માતાજી પણ બિરાજમાન છે. ચંડીપાઠના વૈકૃતિક રહસ્યના શ્લોક નં. 10,11 તથા 12માં માતાજીની મૂર્તિના નખશિખ વર્ણન પ્રમાણે આ મહાલક્ષ્મી માતાજી છે જેમનું અલૌકિક સ્મિત ધરાવતું મુખારવિંદ ખૂબજ દેદીપ્યમાન લાગે છે. તેમની બાજુમાં સન 1433 માં પ્રગટ થયેલાં ક્ષેમંકરી માતાજી પણ મંદિરમાં બિરાજમાન છે, જે માતાજી પાટણથી ભિનમાલ ગયાં છે અને આખાયે રાજસ્થાનમાં આજે ખીમજ માતા તરીકે પૂજાય છે. તેમની બાજુમાં નવદુર્ગાના નવાકોમાં મહિષાસુરમર્દિની બિરાજમાન છે.

DD 5

આ પણ વાંચો: ઘરમાં ક્યારેય નહીં આવે પૈસાની અછત, બસ દરરોજ પૂજા બાદ કરો કુબેર મંત્રનો જાપ

PROMOTIONAL 12

પાટણ વાસીઓનું આસ્થાનું કેન્દ્ર

લોકો પોતાના કામની શરૂઆત કરતાં પહેલા નગરદેવીના આશીર્વાદ અવશ્ય લેય છે. સમગ્ર ભારતભરમાં એકમાત્ર પાટણ શહેરના નગરદેવી મહાકાલી માતાનું મંદિર સંપૂર્ણ મુખારવિંદ ધરાવે છે. એટલે મંદિરનું મહત્વ ઘણું વિશેષ માનવામાં આવે છે. પાટણ શહેરની અઢારે આલમમાં આસ્થાનું પ્રતીક મહાકાલી માતાનું મંદિર માનવામાં આવે છે મંદિર પટાંગણમાં આવેલ હવન કુંડના દર્શન ભક્તો અવશ્ય કરતા હોય છે તો નવરાત્રિના ગરબાને પણ મહાકાળી માતાના મંદિર પટાંગણ બહાર મૂકવામાં આવે છે. નગરદેવીએ પાટણ વાસીઓમાં અનેરૂ આસ્થાનું સ્થાન ધરાવે છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahakali Mataji Dev Darshan atan News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ