બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / T20 ક્રિકેટ મેચમાં રચાયો ઈતિહાસ, ટીમના તમામ 11 ખેલાડીઓએ એક સાથે તોડ્યો આ રેકોર્ડ
Last Updated: 07:49 PM, 29 November 2024
Delhi Used 11 Bowlers In T20 Cricket Big Record:ક્રિકેટની રમતમાં બોલરો અને બેટ્સમેન વચ્ચે સંતુલન જોવા મળે છે. એક ટીમમાં ઓછામાં ઓછા 6-7 બેટ્સમેન હોય છે, તેથી ઓછામાં ઓછા 5 બોલિંગ વિકલ્પો જરૂર હોય છે. પરંતુ ક્યારેક એક કેપ્ટન મેચની એક ઇનિંગમાં ઘણા બધા બોલરોનો ઉપયોગ કરે છે. જેમાં ક્યારેક પ્લેઇંગ-11ના તમામ ખેલાડીઓને બોલિંગ કરવાનો મોકો મળે છે.
ADVERTISEMENT
Delhi become the 1st team to bowl all 11 players in T20 history against Manipur at Wankhede Stadium, Mumbai. Maximum 9 bowlers use in an innings before.#SMAT | #SportswithAdhiraj pic.twitter.com/nGxKISAOXS
— Adhirajsinh Jadeja AJ 🇮🇳 (@AdhirajHJadeja) November 29, 2024
ક્રિકેટના ઈતિહાસમાં એવું ભાગ્યે જ જોવા મળ્યું છે કે તમામ 11 ખેલાડીઓએ એક દાવમાં બોલિંગ કરી હોય. ટેસ્ટ ક્રિકેટમાં આવો માહોલ 4 વખત જોવા મળ્યો છે, પરંતુ T20 ઈન્ટરનેશનલમાં ક્યારેય જોવા મળ્યો નથી. હવે આંતરરાષ્ટ્રીય નહીં તો પણ T20 ક્રિકેટમાં એક એવો રેકોર્ડ બની ગયો છે, જ્યારે તમામ 11 ખેલાડીઓએ એક ઇનિંગમાં બોલિંગ કરી છે.
ADVERTISEMENT
દિલ્હીએ તેની પ્લેઈંગ-11માં તમામ ખેલાડીઓથી કરાવી બોલિંગ
ભારતમાં રમાઈ રહેલી ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં એક અનોખો કમાલ જોવા મળી હતી, જ્યાં દિલ્હીની ટીમે ઈતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટની આ મેચમાં દિલ્હીએ કમાલ કરી હતી, જેમાં તમામ 11 ખેલાડીઓએ બોલિંગ કરી હતી. આ સાથે દિલ્હી T20 ક્રિકેટના ઈતિહાસમાં એક જ T20 મેચની એક જ ઈનિંગમાં પ્લેઈંગ-11ના તમામ 11 ખેલાડીઓને બોલિંગ કરનાર પ્રથમ ટીમ બની ગઈ છે.
આ પણ વાંચોઃ અદભૂત કેચ / વાહ! આવો કેચ તમે જીવનમાં નહીં જોયો હોય, દર્શકો જોઇને ચોંકી ઉઠ્યાં, જુઓ Video
11 બોલરોનો ઉપયોગ
વાસ્તવમાં મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારે દિલ્હી અને મણિપુર વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મણિપુરની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. જ્યાં દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીએ ઐતિહાસિક કારનામાને અંજામ આપ્યો. તેણે તમામ ખેલાડીઓને પોતાની ટીમના બોલિંગ-11માં સામેલ કર્યા. જેમાં હર્ષ ત્યાગી, દિગ્વેશ રાઠી અને મયંક રાવતે 3-3 ઓવર નાંખી હતી જ્યારે કેપ્ટન આયુષ સિંહ અને અખિલ ચૌધરીએ 2-2 ઓવર નાંખી હતી. આ સિવાય બાકીના 5 ખેલાડીઓ આર્યન રાણા, હિંમતસિંહ, પ્રિયાંશ આર્ય, યશ ઢુલ્લ અને અનુજ રાવતે પણ 1-1 ઓવર ફેંકીને ઈતિહાસ રચ્યો હતો.
તમને જણાવી દઈએ કે દિલ્હી સામે રમાઈ રહેલી આ મેચમાં મણિપુરે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 120 રન બનાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.