બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / તમારા કામનું / ફ્રેન્ડશીપ ડે શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેનું કારણ અને રોચક ઇતિહાસ

Friendship Day / ફ્રેન્ડશીપ ડે શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેનું કારણ અને રોચક ઇતિહાસ

Last Updated: 04:43 PM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે સૌ ફ્રેન્ડશીપ ડે ઉજવતા હશો, પરંતુ આની પાછળનું કારણ કદાચ નહીં ખબર હોય. જાણો આ દિવસ પાછળનો ઇતિહાસ.

જીવનમાં એક મિત્ર તો હોવો જોઇએ, આ વાતને સેલિબ્રેટ કરવા માટે ફ્રેન્ડશીપ ડે  ઉજવવામાં આવે છે. આ દિવસ ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે મનાવવામાં આવે છે. આ વખતે 4 ઓગસ્ટના રોજ આ દિવસ ઉજવવામાં આવશે. આ દિવસની પાછળ એક સુંદર ઇતિહાસ રહેલો છે.

કેમ મનાવાય છે ફ્રેન્ડશીપ ડે

ફ્રેન્ડશીપ ડે ની શરૂઆત 20 મી સદીની શરૂઆતમાં અમેરિકામાં થઈ હતી. જેમાં વર્ષ 1919 માં હોલમાર્ક કાર્ડસના સ્થાપક જોયસ હોલએ મિત્રતાનો ઉત્સવ ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જે બાદ વર્ષ 1935 માં સંયુક્ત રાજ્ય કોંગ્રસને ઓગસ્ટના પ્રથમ રવિવારને ફ્રેન્ડશીપ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

પરંતુ વર્ષ 1940-50 ની વચ્ચે આ પરંપરાએ લોકપ્રિયતા હાસિલ કરી હતી. જેમાં લોકો તેમના મિત્રોને વિવિધ ગિફ્ટ, કાર્ડ આપતા હતા. વર્ષ 1960-70 માં આર્જેન્ટીના, બ્રાઝિલ અને ભારત જેવા દેશો દ્વારા આ પરંપરાને અપનાવવામાં આવી હતી. જેમાં વર્ષ 1997 માં સંયુક્ત રાષ્ટ્રએ તેની વૈશ્વિક માન્યતાને મજબૂત કરતા 30 જુલાઇને આંતરરાષ્ટ્રીય મૈત્રી દિવસ તરીકે ઘોષિત કર્યો હતો. જેના બાદ વર્ષ 2011 માં ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે તરીકે મનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

ફ્રેન્ડશીપ ડે પાછળનો હેતુ

  • મિત્રો વચ્ચેના સંબંધ મજબૂત થાય છે
  • મિત્રતા માટે આભાર વ્યક્ત કરી શકાય છે
  • નવા કનેક્શન સર્જાય છે

વધુ વાંચો : ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યો હાલોલ-વડોદરા રોડ, એકસાથે 5 વાહનો ટકરાતા ઘટનાસ્થળે જ દંપતીનું મોત, 4 ઘાયલ

કેવી રીતે મનાવીશું ફ્રેન્ડશીપ ડે

સમય સાથે ફ્રેન્ડશીપ જે મોટા પ્રમાણમાં ઉજવવામાં આવતો અવસર બની ગયો છે. અને હાલના સમયે મોટા પ્રમાણમાં લોકો તેને ઉજવી રહ્યા છે. ત્યારે આ અવરસ પર લોકો..

  • ફ્રેન્ડશીપ કાર્ડની આપલે કરે છે
  • દોસ્તો ભેગા મળીને સમય વિતાવે છે઼
  • સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે
  • મિત્રો સાથે ફરવા માટે જાય છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Friendship Day Special Friendship Day 2024 Friendship Day
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ