Historically-complicated surgery at SMS Hospital, baby born with as like Ganeshji's trunk
સાયન્સ /
SMS હોસ્પિટલમાં ઐતિહાસિક-જટિલ સર્જરી, ગણેશજીની સૂંઢ જેવી ગાંઠ સાથે જન્મયો હતો બાળક
Team VTV08:09 PM, 27 Jan 21
| Updated: 08:15 PM, 27 Jan 21
અમદાવાદમાં બાળકના નાક પર કુદરતી રીતે ગણેશજીની સૂંઢ જેવો આકારને સર્જરીથી દૂર કરવામાં આવ્યો છે.
SMS હોસ્પિટલમાં ઐતિહાસિક જટિલ સર્જરી
ગણેશજીની સૂંઢ જેવો આકાર ધરાવતાં બાળકની સર્જરી
મગજનો ભાગે ગાંઠ નાકના પરના ભાગે સૂઢ જેવા આકારમાં હતી
અમદાવાદની SMS હોસ્પિટલમાં ઐતિહાસિક અને જટિલ સર્જરી કરવામાં આવી છે. અમદાવાદમાં બાળકના નાક પર કુદરતી રીતે ગણેશજીની સૂંઢ જેવો આકારને સર્જરીથી દૂર કરવામાં આવ્યો છે. જન્મની સાથે સૂંઢ જેવી ગાંઠના કારણે 5 મહિનાનું બાળક શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવતો હતો. જેને લઈ નિષ્ણાત તબીબો દ્વારા ઓપરેશન કરવાનો નિર્ણય કરાયો હતો. બાળકના શરીર પરથી જટીલ ભાગને દૂર કરવા માટે ખાસ ડૉક્ટરની એક ટીમની જરૂર હતી. જેમાં ન્યૂરો સર્જન અને પ્લાસ્ટિક સર્જનની મહત્વની ભૂમિકા હતી.
મગજનો ભાગે ગાંઠ નાકના પરના ભાગે સૂઢ જેવા આકારમાં હતી. જેથી ન્યૂરો સર્જન અને પ્લાસ્ટો સર્જન સહિત અન્ય તબીબોએ 5 કલાકની મહામેહનતે બાળકના શરીર પરથી આ સૂંઢ દૂર કરી હતી. આ પ્રકારના ઓપરેશનમાં ઘણી વખત ડૉક્ટરો માટે પણ નવો અનુભવ થતો હોય છે. પરંતુ નિષ્ણાંત તબીબોએ પોતાની આગવી કળાથી આ કામને પણ પૂરુ કર્યું છે. અને બાળકને નવા જીવન સાથે નવો ચહેરો પણ આપ્યો છે. 6 દિવસ સુધી બાળકની સારવાર બાદ નવા જીવન સાથે બાળક સ્વસ્થ રીતે ઘરે પરત ફર્યું છે.