બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:04 PM, 15 January 2025
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 'મહાકુંભ 2025'ની 13 જાન્યુઆરી એ થઈ ગઈ છે જે આગામી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. દુનિયાના સૌથી મોટા ધાર્મિક મેળામાં આ વખતે 40-45 કરોડ શ્રદ્ધાળુઓ આવશે તેવી આશા છે. આ વર્ષના કુંભના મેળાની ઝલક તો તમે જોઈ જ હશે પરંતુ વર્ષ 1954 માં આઝાદ ભારતના પહેલા કુંભ મેળાની ઝલકનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
70 વર્ષ જૂનો વીડિયો
મહાકુંભ એ શ્રદ્ધા, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનું એક મહાસંગમ છે. દુનિયાભરમાંથી ભક્તો એક મહિના માટે પ્રયાગરાજ આવે છે અને ત્રિવેણી સંગમ કિનારે ડૂબકી લગાવીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. હાલમાં આ પ્રાચીન પરંપરા સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે 70 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. તે 1954માં યોજાયેલા કુંભ મેળાની ઝલક દર્શાવે છે.
વડાપ્રધાન નેહરુ કરી રહ્યા છે નિરીક્ષણ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તત્કાલીન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંત હોડી પર સવારી કરતા અને દરેક સ્થળનું જાતે નિરીક્ષણ કરતા જોઈ શકાય છે. સાથે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પોતે કુંભ મેળાનું નિરીક્ષણ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોશો કે ભીડને કાબુમાં રાખવા માટે પોલીસ ઘોડા પર પેટ્રોલિંગ કરી રહી છે અને બધા અખાડા ગર્વથી મેળામાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે લગભગ એક કરોડ ભક્તો ભેગા થયા હતા. મર્યાદિત વ્યવસ્થા હોવા છતાં, ભક્તોમાં ઉત્સાહ ભરપૂર હતો.
વધુ વાંચો: વિશ્વભરની નજર હાલમાં મહાકુંભ પર, Google સર્ચ પર વગાડ્યો ડંકો, આ મુસ્લિમ દેશ ટોપ પર!
સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ
આ વીડિયો પંડિત સૂરજ પાંડે નામના યુઝરે @p.suraj.pandey ઇન્સ્ટા હેન્ડલ પરથી શેર કર્યો છે. સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ વખત પ્રયાગરાજના ત્રિવેણી સંગમ કિનારે કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુપી સરકાર અને ભારત સરકારે તેને સફળ બનાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. આ વીડિયો પર નેટીઝન્સ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. લોકો કોમેન્ટ બોક્સમાં હર-હર ગંગે, જય શ્રી રામ, હર-હર મહાદેવ લખીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.