બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / બે વાર જન્મ થાય! આ બાળકનો થયો, માના ગર્ભમાંથી કાઢીને અંદર મુકાયું, પુરા મહિને ફરી જન્મ, ઉની આંચ ન આવી

મેડિકલ ચમત્કાર / બે વાર જન્મ થાય! આ બાળકનો થયો, માના ગર્ભમાંથી કાઢીને અંદર મુકાયું, પુરા મહિને ફરી જન્મ, ઉની આંચ ન આવી

Last Updated: 08:41 PM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેડિકલ સાયન્સમાં માથું ફેરવી નાખે તેવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં માના પેટમાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યું પછી ફરી વાર તેને અંદર મૂકી દેવામાં આવ્યું હતું.

ક્યારેક આપણી સામે આવી ઘટનાઓ બને છે, જેને આપણે ચમત્કાર કહીએ છીએ. આવું જ કંઈક ઈંગ્લેન્ડના ઓક્સફર્ડમાં બન્યું. અહીં એક બાળકનો જન્મ બે વાર થયો હતો. એકવાર માતાના ગર્ભમા અને ગર્ભ બહાર, આમ છતાં પણ બાળક અને માતા સ્વસ્થ્ય રહ્યાં અને તેમને ઉની આંચ પણ ન આવી.

બાળકને ગર્ભ બહાર કાઢીને કેન્સરનું ઓપરેશન કર્યું

બાળકની માતા કેન્સરથી પીડાતી હતી. આ સમયગાળા દરમિયાન, બાળકને ગર્ભાશયમાંથી બહાર કાઢવામાં આવ્યું અને ઓપરેશન બાદ બાળકને ફરી ગર્ભાશયમાં મૂકી દેવામાં આવ્યું હતું જે પછી પૂરા મહિને તંદુરસ્ત બાળક અવતર્યું હતું. બાળકનું નામ રેફર્ટી આઇઝેક છે. તેનો જન્મ બે વાર થયો હતો. ખરેખર, બાળકની માતા 'લ્યુસી' ને ગર્ભાવસ્થા દરમિયાન અંડાશયના કેન્સરનું નિદાન થયું હતું. ડોક્ટરોને ડર હતો કે જો સારવારમાં વિલંબ થાય તો કેન્સર ફેલાઈ શકે છે. અને લ્યુસીનો જીવ જોખમમાં હોઈ શકે છે. આ પછી ડોક્ટરોએ ઓપરેશન કર્યું અને ગર્ભાશયમાંથી બાળકને બહાર કાઢીને ઓપરેશન કરાયુ અને ત્યાર બાદ તેના યથાસ્થાને મૂકી દેવામાં આવ્યું હતું. ડોક્ટરોએ તેણીને કહ્યું કે લ્યુસીનું ગર્ભાશય તેના પેટમાંથી કાઢી નાખવામાં આવશે. જેથી ગર્ભાશયની પાછળના બંને અંડાશયમાં કેન્સરના કોષોની તપાસ કરી શકાય. આ પછી ગાંઠ દૂર કરી શકાય છે. ડોક્ટરોએ કહ્યું કે આ પ્રક્રિયા માતા અને બાળક બંને માટે જોખમી બની શકે છે. આ પછી, લ્યુસી અને તેના પતિ એડમ આ પ્રક્રિયા માટે સંમત થયા.

15 ડોક્ટરોએ કર્યું ઓપરેશન

આ પછી ડૉક્ટર સુલેમાની મજદના નેતૃત્વમાં ઓપરેશન પ્રક્રિયા શરૂ થઈ. આ સમય દરમિયાન, તેમની ટીમમાં કુલ 15 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમાં 3 એનેસ્થેટિસ્ટ અને 5 થિયેટર નર્સનો પણ સમાવેશ થાય છે. આ ઓપરેશન લ્યુસીની ગર્ભાવસ્થાના 20મા અઠવાડિયામાં કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન પાંચ કલાક સુધી ચાલ્યું. આ પ્રક્રિયામાં, ગર્ભને શરીરમાંથી બહાર કાઢવામાં આવ્યો અને કેન્સરગ્રસ્ત અંડાશયની તપાસ કરવામાં આવી. આ સમય દરમિયાન બાળક પણ બહાર જ રહ્યો. પછી કેન્સરના પેશીઓ દૂર કરવામાં આવ્યા. આ પછી ગર્ભને સુરક્ષિત રીતે શરીરમાં પાછું મૂકવામાં આવ્યું.

જાન્યુઆરી 2025માં બાળકનો ફરી જન્મ

આ વર્ષે જાન્યુઆરીમાં બાળકનો ફરીથી જન્મ થયો હતો. તે સંપૂર્ણપણે સ્વસ્થ રહ્યો. બાળકના જન્મ પછી, માતા લ્યુસી તેના પુત્રને લઈને હોસ્પિટલ પહોંચી. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું. આ દરમિયાન, તેમણે ઓપરેશન કરનારા ડૉ. હુમાન સુલેમાની મજદનો આભાર માન્યો. ડૉ. મજદે કહ્યું કે આ અનુભવ તેમના માટે ખૂબ જ ભાવનાત્મક અને યાદગાર હતો. તે જ સમયે, બાળકના પિતા આદમે જણાવ્યું કે તેનું પણ વર્ષ 2022 માં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UK Baby Twice Born UK Baby news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ