બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / ગુજરાતી સિનેમા / Hirva Trivedi from Gujarat made her Bollywood debut with the film 'Bholaa', played the role of Ajay Devgan's daughter

ગુજરાતનું ગૌરવ / 'ભોલા' ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું ગુજરાતની 9 વર્ષની હિરવા ત્રિવેદીએ, નિભાવ્યો અજય દેવગનની દિકરીના રોલ

Megha

Last Updated: 12:26 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિરવા ત્રિવેદીએ તેના અભિનયથી પોતાના પરિવાર અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. હિરવાએ હાલ રિલીઝ થયેલ ફિલ્મ ભોલાથી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું જેમાં તે અજય દેવગનની દીકરીનું પાત્ર ભજવી રહી છે.

  • હિરવા ત્રિવેદી અજય દેવગનની ફિલ્મ ભોલા ડેબ્યુ કર્યું
  • અજય દેવગને હિરવાને આપ્યું 'વન ટેક ગર્લ'નું બિરુદ
  • ચાર સિરિયલમાં કામ કરી ચુકી છે હિરવા 

રાજકોટમાં જ રહેતા એક સામાન્ય એવા ત્રિવેદી પરિવારની માત્ર 9 વર્ષની દીકરી હિરવા ત્રિવેદીએ તેના અભિનયથી પોતાના પરિવાર અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જણાવી દઈએ કે રાજકોટની આ લિટલ સ્ટાર હિરવા ત્રિવેદી અજય દેવગનની હાલ રિલીઝ થયેલ ફિલ્મ ભોલાથી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું છે. ફિલ્મ ભોલામાં હિરવા અજય દેવગનની દીકરી જ્યોતિનું પાત્ર ભજવી રહી છે. 

અજય દેવગને હિરવાને આપ્યું 'વન ટેક ગર્લ'નું બિરુદ
5000 જેટલા ઓડિશન વચ્ચે એક માત્ર આપણા ગુજરાતની દીકરી હિરવા એ પસંદગી મેળવી એવો કમાલ કર્યો કે ખુદ અજય દેવગને હિરવાને વન ટેક ગર્લ નું બિરુદ આપી દીધું. ફિલ્મના શૂટિંગ દરમિયાન એક સમય એવો પણ આવ્યો કે ઈમોશનલ સીન કરતા સમયે હિરવાએ ગ્લિસરીન ઉપયોગ કરવા માટે મનાઈ કરી હતી અને  સાચા આંસુથી રડી એક્ટિંગ કરતા જોઈ ખુદ અજય દેવગણને પણ આંખમાંથી આંસુ આવી ગયા હતા. 

હાલ ભોલા ફિલ્મનું મુંબઈમાં પ્રીમિયર આયોજવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની હિરવા ત્રિવેદી પણ સામેલ થઈ હતી. ફિલ્મના પ્રીમિયર પહેલા તે અજય દેવગન અને કાજોલને મળી હતી. સાથે જ અજય દેવગન સાથે ઘણી વાતો પણ કરતી જોવા મળી હતી. 

ચાર સિરિયલમાં કામ કરી ચુકી છે હિરવા 
હિરવા ત્રિવેદીની ઉંમર હાલ 9 વર્ષ છે અને તે પોતે રાજકોટમાં રહે છે. હિરવાએ પ્રિન્ટરની ડિજિટલ એડમાં કામ કરવાથી શરૂ કરી હતી અને આ પછી ચાર સિરિયલમાં કામ કરી ચુકી છે જેમાં  ‘દિલ જૈસે ધડકે ધડકને દો’  ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’, ‘કાશીબાઈ બાજીરાઓ’ અને ‘શુભ લાભ’ જેવી લોકપ્રિય ટીવી સિરિયલમાં અભિનય કર્યો છે. આ દરમિયાન ગયા વર્ષે કાસ્ટિંગ ટીમ તરફથી ‘ભોલા’ ફિલ્મ માટે ઑડિશન આપ્યું હતું અને અજય દેવગનને હિરવાનું ઓડિશન ખૂબ ગમ્યું હતું જે બાદ તેને કાસ્ટ કરવામાં આવી હતી,  હવે હિરવાએ બોલીવુડમાં ડેબ્યૂ કરી દીધું છે. 

અભિનેત્રી તબુને પણ મળી હતી હિરવા 
હિરવા ત્રિવેદીએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેને બોલીવુડની અંદર ભોલા ફિલ્મમાં કામ કર્યું અને શૂટિંગનું શેડ્યુલ ચારથી પાંચ દિવસનું હતું. ફિલ્મ માટેનું શૂટિંગ મોટા ભાગે મુંબઈમાં થયું છે અને એક દિવસ હૈદરાબાદમાં પણ થયું હતું. આ શૂટિંગ દરમિયાન તેને ઘણું  શીખવા મળ્યું હતું. આ સાથે જ તેને એમ પણ જણાવ્યું હતું કે શૂટિંગ દરમિયાન તે અજય દેવગન અને અભિનેત્રી તબુને મળી હતી અને તેનો શૂટિંગનો અનુભવ ઘણો સારો રહ્યો છે. 

શૂટિંગ પર પણ તે પોતાની બુક્સ લઈને જાય છે હિરવા 
ખાસ વાત એ છે કે હિરવાએ આજ સુધી અભિનયની કોઈ પણ જગ્યાએ કોઇ પણ પ્રકારની તાલીમ લીધી નથી. હાલ ગુજરાતની હિરવા ત્રિવેદી ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. શૂટિંગ શેડ્યૂલની સાથે સાથે ભણવામાં પણ ધ્યાન આપે છે. શૂટિંગ પર પણ તે પોતાની બુક્સ લઈને જાય છે અને જ્યારે પણ સમય મળે ત્યારે સેટ પર જ અભ્યાસ કરે છે. સાથે જ હિરવાને ડાન્સ કરવા અને ગીતો ગાવા ખુબ જ ગમે છે. અલગ અલગ બુક્સ રીડિંગ કરવાનો પણ શોખ છે, એટલું જ નહિ સ્પોર્ટ્સમાં પણ કરાટે અને સ્વીમીંગનો પણ શોખ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ajay Devgn Bholaa Film Bollywood News Hirva Trivedi Vtv Exclusive અજય દેવગન ભોલા ફિલ્મ હિરવા ત્રિવેદી Vtv Exclusive
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ