બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડતાલમાં બિરાજમાન દેવોને પહેરાવાયા 8 કિલો સોનામાંથી તૈયાર થયેલા હિરાજડિત વાઘા, જે બનાવતા લાગ્યા 18 મહિના

આસ્થા / વડતાલમાં બિરાજમાન દેવોને પહેરાવાયા 8 કિલો સોનામાંથી તૈયાર થયેલા હિરાજડિત વાઘા, જે બનાવતા લાગ્યા 18 મહિના

Last Updated: 09:25 PM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંદિરના સંતો દ્વારા 8 કિલોથી વધુ સોનાનાં કાપડમાંથી બનેલાં વાઘા શ્રીલક્ષ્મીનારાયણ દેવ, શ્રીરાધા-કૃષ્ણ અને વાસુદેવજીને અર્પણ કર્યા છે

વડતાલમાં ચાલી રહેલા દ્વિશતાબ્દી મહોત્સવમાં હરિભક્તો ઉમટ્યા છે. દેશ-વિદેશથી અનેક હરિભક્તો દર્શનનો લ્હાવો લેવા માટે અહી પહોંચ્યા છે. નડિયાદ, અમદાવાદ, અમરેલી, ગાંધીનગર સહિતના શહેરોમાંથી હરિભક્તોનો મેળાવડો જામ્યો છે. ત્યારે મંદિરમાં ભગવાનનો અદ્ભૂત શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના સંતો દ્વારા 8 કિલોથી વધુ સોનાનાં કાપડમાંથી બનેલાં વાઘા શ્રીલક્ષ્મીનારાયણ દેવ, શ્રીરાધા-કૃષ્ણ અને વાસુદેવજીને અર્પણ કર્યા છે.

1

8 કિલો સોનાના વાઘા ભગવાનને અર્પણ કરાયા

મહોત્સવમાં થયેલી સગવડતાના હરિભક્તોએ વખાણ પણ કર્યા છે તેમજ શતાબ્દી મહોત્સવમાં ભાગ લઇને હરિભક્તોએ ધન્યતા અનુભવી છે. ઉલ્લેખનીય છે કે, 8 કિલો સોનામાંથી બનેલા હિરાજડિત વાઘા વડતાલમાં બિરાજતા ભગવાનને પહેરાવાયા છે. વિગતો મુજબ 130 કારીગરો દ્વારા આ બનાવવા 18 મહિના લાગ્યાં હતાં.

2

સંત વલ્લભ સ્વામીએ શું કહ્યું ?

આ અંગે કોઠારી સંત વલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, ભગવાને તેમના સ્વહસ્તે જે મંદિરનો શિલાન્યાસ કર્યો હતો, જ્યાં તેમણે શિક્ષાપત્રી લખી હતી. એ વડતાલના મંદિરમાં બિરાજતા શ્રીલક્ષ્મીનારાયણ દેવ, શ્રીરાધાકૃષ્ણ દેવ અને વાસુદેવ દાદાના સુવર્ણના તારમાંથી બનેલા વાઘા તૈયાર થયા છે. ભૌતિક રીતે એ સુવર્ણના વાઘા છે. વડતાલ મંદિરમાં વિરાજતા દેવો પ્રત્યે આસ્થા ધરાવતા લોકો માટે તે ભાવ ભર્યા વાઘા છે

આ પણ વાંચો: પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, મળશે વીમા કવચનો ફાયદો, જાણો ક્યારથી

બનાવતા 18 મહિના જેટલો સમય લાગ્યો હતો

ઉલ્લેખનીય છે કે, આ ભગવાનના વાઘા બનાવતા 18 મહિના જેટલો સમય લાગ્યો હતો. જેમાં 130 કારીગરો દિવસના 12-12 કલાક કામ કરતા હતા. આ વાઘામાં પન્ના અને માણેક રિયલ સ્ટોન તેમજ ડાયમંડ પણ છે. સાથો સાથ ભગવાનના આ વાઘામાં કમળ, મોર અને હાથીની ડિઝાઇન છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadtal News Sona Wagha Vadtal Bicentenary Festival
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ