બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / hindustan motors european co joint venture to launch electric two wheelers by next year
Premal
Last Updated: 12:41 PM, 4 July 2022
ADVERTISEMENT
હિન્દુસ્તાન મોટર્સ આવતા વર્ષે મોટો વિસ્ફોટ કરવાની તૈયારીમાં
ભારતીય માર્ગો પર એક વખત ફરીથી એમ્બેસેડરની વાપસી થઇ રહી છે. એમ્બેસેડર કાર બનાવનારી કંપની હિન્દુસ્તાન મોટર્સ આવતા વર્ષે મોટો વિસ્ફોટ કરવાની તૈયારીમાં છે. કંપની આવતા વર્ષ સુધીમાં ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કરી શકે છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ટુ-વ્હીલર બાદ ઈલેક્ટ્રીક ફોર વ્હીલર બનાવવા અંગે વિચાર કરી શકાય છે.
ADVERTISEMENT
પ્લાન્ટને કરવો પડશે તૈયાર
હિન્દુસ્તાન મોટર્સના નિર્દેશક ઉત્તમ બોસે કહ્યું કે બંને કંપનીઓની વચ્ચે ડીલની પ્રક્રિયા જુલાઈમાં શરૂ થશે. આ જોઈન્ટ વેન્ચર ત્રણ મહિનામાં સંપૂર્ણ આકાર લેશે. તેમણે કહ્યું કે ટુ-વ્હીલર પ્રોજેક્ટના બે વર્ષ વેપારીકરણ બાદ ફોર વ્હીલર ઈલેક્ટ્રીક વેહીકલ બનાવવા અંગે નિર્ણય કરવામાં આવશે. બોસે કહ્યું કે નવા યુનિટની રચના બાદ પાયલોટ પ્રોજેક્ટને શરૂ થવામાં બે થી ત્રણ ક્વાર્ટરની જરૂર પડશે. હિન્દુસ્તાન મોટર્સનુ સ્કૂટર આવતા વર્ષ સુધીમાં માર્કેટમાં આવી શકે છે. બોસે એવુ પણ કહ્યું કે તેના ઉત્તરપાડા પ્લાન્ટને રેટ્રો-ફિટ કરવો પડશે. કારણકે ઈલેક્ટ્રોનિક હાર્ડવેર અને સૉફ્ટવેરની સાથે અમુક કંટ્રોલ પેનલ્સ બદલવાની જરૂર છે.
2014માં બંધ થયો હતો પ્લાન્ટ
કંપનીની એમ્બેસેડરની કારની માંગમાં ઘટાડો થવાને કારણે 2014માં પ્લાન્ટને બંધ કરવામાં આવ્યો હતો. કંપની પાસે ઉત્તરપારામાં 275 એકરનો લેન્ડ એરિયા છે, જેમાં 90 એકરમાં ફેલાયેલા આ પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. ઓક્ટોબર 2014માં કંપનીએ આ પ્લાન્ટને જ્યારે બંધ કર્યો ત્યારે તેમાં 2300 કર્મચારી કામ કરતા હતા. અત્યારે તેની સંખ્યા અંદાજે 300 છે. બોસે કહ્યું કે હિન્દુસ્તાન મોટર્સ હવે નફો કમાઈ રહી છે અને સંપૂર્ણ રીતે દેવામુક્ત કંપની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.