બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ભારત / Hindus will celebrate Mahashivratri in this temple of Pakistan where the lake was built with the tears of Shivaji
Megha
Last Updated: 12:05 PM, 7 March 2024
1947માં ભારતથી અલગ થઈને પાકિસ્તાન ભલે અલગ દેશ બની ગયું, પરંતુ ભારતની અનેક ઐતિહાસિક અને ધાર્મિક વિરાસતો આજે પણ ત્યાં હાજર છે. આવી જ એક ધરોહર છે પાકિસ્તાની પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં આવેલું કટાસરાજ ધામ મંદિર. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને સમર્પિત આ મંદિર 5000 વર્ષ જૂનું છે. દર વર્ષે સેંકડો ભારતીય હિન્દુ ભક્તો મહાભારત કાળના આ મંદિરની મુલાકાત લે છે.
ADVERTISEMENT
પાકિસ્તાનમાં ભોળાનાથની ભક્તિ#pakistan #mahadev #mahashivratri #katasrajtemple #vtvgujarati #vtvcard pic.twitter.com/dHaUWMJWgq
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 7, 2024
ADVERTISEMENT
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે જેમાં 62 હિંદુઓ ત્યાં મહાશિવરાત્રીની ઉજવણીમાં ભાગ લેવા માટે બુધવારે વાઘા બોર્ડર દ્વારા ભારતથી લાહોર પહોંચ્યા હતા. જણાવી દઈએ કે હિંદુ ધર્મમાં કટાસરાજ મંદિરનું ઘણું મહત્વ છે.
કહેવાય છે કે આ મંદિર પરિસરમાં એક તળાવ છે, જે ભગવાન શિવના આંસુથી બનેલું હોવાનું કહેવાય છે. કટાસ એટલે આંખોના આંસુ. જ્યારે સતીનું અવસાન થયું ત્યારે ભગવાન શિવ શોકમાં એટલા રડ્યા કે બે તળાવ ભરાઈ ગયા. આમાંથી એક તળાવ રાજસ્થાનના પુષ્કરમાં છે જ્યારે બીજું કટાસરાજમાં છે. કટાસરાજમાં મોટાભાગના મંદિરો ભગવાન શિવને સમર્પિત કરવામાં આવ્યા છે. જો કે, ભગવાન રામ અને હનુમાનના પણ કેટલાક મંદિરો છે. સંકુલમાં ગુરુદ્વારાના અવશેષો પણ છે, જ્યાં ગુરુ નાનક રહેતા હતા.
#WATCH | Punjab: A group of around 100 Hindu pilgrims leave from Amritsar for Katas Raj Mahadev Temple in Pakistan to celebrate Mahashivratri. pic.twitter.com/bsJryRDvLk
— ANI (@ANI) March 6, 2024
અન્ય માન્યતા મુજબ 12 વર્ષના વનવાસ દરમિયાન પાંડવો પણ અહીં પહોંચ્યા હતા અને આ તળાવના કિનારે યુધિષ્ઠિર અને યક્ષ વચ્ચે સંવાદ થયો હતો. દંતકથા અનુસાર, જ્યારે જંગલમાં ભટકતા હતા, ત્યારે પાંડવોને તરસ લાગી અને તેઓ એક તળાવ પાસે આવ્યા. તળાવમાં હાજર યક્ષે પાણી મેળવવા માટે પાંડવોને તેમના પ્રશ્નોના જવાબ આપવા કહ્યું. જ્યારે તેઓએ જવાબ ન આપ્યો, ત્યારે તેણે તેમાંથી દરેકને બેભાન કરી દીધા. આખરે જ્યારે યુધિષ્ઠિર પહોંચ્યા, ત્યારે તેમણે યક્ષના પ્રશ્નોના જવાબ આપ્યા અને પ્રસન્ન થઈને, યક્ષે બધા પાંડવોને પાણી પીવા આપ્યું. આ યક્ષ-યુધિષ્ઠિર સંવાદ તરીકે પ્રખ્યાત થયો.
વધુ વાંચો: આવતીકાલે મહાશિવરાત્રી: મહાદેવની પૂજા કરવા માટે જાણી લો વિધિ અને શુભ મુહૂર્ત
વર્તમાન મંદિરનું નિર્માણ 6ઠ્ઠી અને 9મી સદીની વચ્ચે કરવામાં આવ્યું હતું. મંદિર સંકુલમાં બૌદ્ધ સ્તૂપ અને હવેલીઓનો પણ સમાવેશ થાય છે. મંદિરના સ્થાપત્યમાં કાશ્મીરી ઝલક જોવા મળે છે. આમાં સૌથી મોટું મંદિર ભગવાન રામનું છે અને મંદિરોની દિવાલો પર ખૂબ જ સુંદર કોતરણી કરવામાં આવી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.