બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Hindu organization burns Aamir Khan's posters just before Lal Singh Chadha's trailer
Last Updated: 02:13 PM, 28 May 2022
ADVERTISEMENT
કરીના કપૂર સાથે આમિરની ફિલ્મ "લાલ સિંહ ચઢ્ઢા"
બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટ, 2022 ના રોજ થિયેટરોમાં રીલીઝ થશે . જેમાં કરીના કપૂર ખાન પણ જોવા મળશે. આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ પહેલા ક્રિસમસ 2021 અને પછી બૈસાખી 2022 પર આવવાની હતી. પરંતુ હવે તે ઑગસ્ટ, 2022માં સિનેમાઘરોમાં આવશે. જો કે હજુ સુધી આ મુવીનું ટ્રેલર આવ્યું નથી. પરંતુ એ પહેલા જ ફિલ્મનો વિરોધ શરૂ થઈ ગયો છે. યુપીના સુલતાનપુરમાં કેટલાક લોકોએ આમિર અને તેની ફિલ્મ સામે ઉગ્ર વિરોધ કર્યો છે. એક્ટરના પોસ્ટરો પણ ફાડવા અને સળગાવવામાં આવી રહ્યા છે.
આમિર ખાન હિજાબનો સૌથી મોટો સમર્થક
મીડિયાનાં એક રીપોર્ટ મુજબ સુલ્તાનપુરના વિજેઠુઆ ખામ ખાતે હિન્દુત્વવાદી સંગઠને વિરોધ નોંધાવ્યો છે. હવે 29 મેના રોજ જે દિવસે આઇપીએલનો ફાઈનલ હશે તે જ દિવસે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે. અને તે દિવસે તેઓ પણ વિરોધ કરશે. સનાતન રક્ષક સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રાહુલ સિંહનું કહેવું છે કે , "આમિર ખાનને આઈપીએલમાં બોલાવવામાં આવ્યો છે. આમિર અવારનવાર ભારતની સંસ્કૃતિ અને સભ્યતાની વિરુદ્ધ બોલે છે. આ એ જ આમિર ખાન છે, જે હિજાબનો સૌથી મોટો સમર્થક છે. તેની પોતાની પુત્રી ફેસબુક અને ગૂગલ પર કેવા ફોટા પોસ્ટ કરે છે, એ દરેક વ્યક્તિ જાણે છે.
ADVERTISEMENT
આમિર ખાન સામે આંદોલન કરશું
રાહુલ સિંહે આગળ કહ્યું કે , "એટલું જ નહીં, તેમની પત્ની પણ ભારતમાં રહેવાથી ડર લાગે છે. આવા લોકોને આપણું આઈપીએલ મેનેજમેન્ટ કેવી રીતે આમંત્રિત કરી શકે? આનાથી બધા સનાતનીઓ પરેશાન છે. આમિરને હટાવી દેવો જોઇએ. અને જો એવું નહીં થાય તો અમે દિલ્હી સુધી જઈશું. આંદોલન કરશું. આમ પણ સનાતન રક્ષક સેના ઘણા જિલ્લાઓમાં પ્રદર્શન કરી રહી છે.
ફિલ્મને ડાયરેકશન અદ્વૈત ચંદને કર્યું
આમિર ખાનના ફેન્સ તેની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' ની રાહ જોઈ રહ્યા છે. તેની વર્ષમાં એક જ ફિલ્મ રિલીઝ થાય છે અને તે સુપરહિટ હોય છે. જો કે છેલ્લાં કેટલાંક વર્ષોથી આ એક્ટર મોટા પડદાથી દૂર છે. પરંતુ એવી ઉમ્મીદ છે કે આ ફિલ્મ તેની કારકિર્દીની બેસ્ટ વન ફિલ્મ સાબિત થશે. જો કે તેનું ગીત 'કહાની' રિલીઝ થઈ ચૂક્યું છે, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ડાયરેકશન અદ્વૈત ચંદને કર્યું છે, જેમણે 'સિક્રેટ સુપરસ્ટાર' પણ બનાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / ‘ખોટું નથી બોલતી…’, Rj Mahvash એ ચહલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે કરી જોરદાર પોસ્ટ
Ajit Jadeja
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.