બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Hindu nation cannot be made, Javed Akhtar said - If they could not make it, will you make it?
Megha
Last Updated: 02:23 PM, 25 February 2023
ADVERTISEMENT
ગીતકાર જાવેદ અખ્તરે જ્યારથી પાકિસ્તાનમાં 26/11ના મુંબઈ આતંકી હુમલા પર નિવેદન આપ્યું છે, ત્યારથી વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યું. જણાવી દઈએ કે જાવેદ અખ્તરે શુક્રવારે પાકિસ્તાનમાં આયોજિત ફૈઝ ફેસ્ટિવલમાં 26/11ના મુંબઈ આતંકી હુમલાની નિંદા કરી હતી. પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને એ લોકોને ખરી-ખોટી સંભળાવનાર જાવેદ અખ્તરે ફરી આ દેશ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. સાથે જ એમને હિન્દુ રાષ્ટ્ર વિશે પણ વાત કરી હતી અને એ સાથે જ પાકિસ્તાનને બનાવવું એ માનવ સભ્યતાની સૌથી મોટી ભૂલ પણ ગણાવી હતી.
ધર્મના આધારે દેશ ન બની શકે
નોંધનીય છે કે તાજેતરમાં જ જાવેદ અખ્તરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એમને મુંબઈ હુમલાને લઈને પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનની નિંદા કરી હતી. એ વાતને લઈને જાવેદ અખ્તરે ફરી નિવેદન આપતા હિન્દુ રાષ્ટ્ર વિશે કહ્યું કે, 'ધર્મના આધારે દેશ ક્યારેય બની શકતો નથી. કેટલાક લોકો હિંદુ રાષ્ટ્ર બનાવવાની માંગ કરી રહ્યા છે, જ્યાં પણ ધર્મના આધારે દેશો બન્યા છે એ દેશની હાલત જુઓ. આખી દુનિયામાં આવું ન બની શકે કે ધર્મના આધારે દેશ બની શકે. ' આ સાથે જ પાકિસ્તાનનું ઉદાહરણ આપતાં જાવેદ અખ્તરે કહ્યું કે જ્યારે 70 વર્ષમાં ત્યાં ધર્મના આધારે કોઈ દેશ ન બની શક્યો તો આપણે ત્યાં કેવી રીતે બનશે!
ADVERTISEMENT
Another day another humiliation for pakistan..well said #javedakhtar pic.twitter.com/19eIpGDI9O
— Gaurav (@SportsFreakhu) February 21, 2023
પાકિસ્તાનને બનાવવું એ માનવ સભ્યતાની સૌથી મોટી ભૂલ
જાવેદ અખ્તરે આગળ કહ્યું કે પાકિસ્તાનના ભાગલા સમયે બધા મુસ્લિમ હતા પણ સમય સાથે ત્યાં વસ્તુઓ બદલાઈ ગઈ. આજે ત્યાં અહમદિયા મુસ્લિમો નથી, શિયાઓને પણ મુસ્લિમ ગણવામાં આવતા નથી. લગાતાર રિજેક્શન થઈ રહ્યા છે. આજે આપણે પણ એ જ ભૂલ કરી રહ્યા છીએ જે તેમણે 70 વર્ષ પહેલા કર્યું હતું. મને ખબર નથી કે ધર્મના આધાર પર બનેલ દેશ શું હોય છે. પાકિસ્તાનને બનાવવું એ માનવ સભ્યતાની સૌથી મોટી ભૂલ છે.
જાવેદ અખ્તરે વધુમાં કહ્યું કે કોઈ પણ વ્યક્તિ તે શહેરને પ્રેમ કરશે જ્યાં તેનો જન્મ થયો, જ્યાં તેને શાળામાં અભ્યાસ કર્યો તે શાળાને પ્રેમ કરશે.તે જે કોલેજ-યુનિવર્સિટીમાં ગયો હતો, પ્રેમ ત્યાં પણ રહેશે.તેણે કહ્યું કે આખરે કોણ પોતાના દેશને પ્રેમ નહીં કરે?સવાલ ઉઠાવતા જાવેદ અખ્તરે કહ્યું કે જે વ્યક્તિ પોતાના દેશને પ્રેમ નથી કરતો તેના મનનો અભ્યાસ કરવો જોઈએ કે તે પોતાના દેશને કેમ પ્રેમ નથી કરતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.