બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'મારા કરતા કેમ સારા લગ્ન કર્યા', કહી હિંમતભાઈને ઘા ઝીંકી મારી નાખ્યા, સુરેન્દ્રનગરનો સનસનાટીભર્યો કિસ્સો

સાયલા ન્યૂઝ / 'મારા કરતા કેમ સારા લગ્ન કર્યા', કહી હિંમતભાઈને ઘા ઝીંકી મારી નાખ્યા, સુરેન્દ્રનગરનો સનસનાટીભર્યો કિસ્સો

Last Updated: 11:28 PM, 9 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાયલામાં ધોળા દિવસે હત્યાની ઘટના જોવા મળી છે. જેમાં માત્ર મારા કરતા કેમ લગ્ન સારા કર્યા તેમ કહી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગયો છે. આ હત્યામાં ખાખી વર્ધિધારીની પણ સંડોવણીનો ખુલાસો થયો છે. જાણો સમગ્ર મામલો.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ધોળા દિવસે હત્યાની ઘટના સામે આવી છે. જેમાં મારા કરતા કેમ લગ્ન સારા કર્યા તેમ કહી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગયો છે. આ ચકચારી હત્યાના બનાવમાં ખાખી વર્ધિધારીની પણ હત્યામાં સંડોવણી ખુલી હોવાનું પણ સામે આવ્યું છે. જેના પગલે હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને સાયલા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

sayala-2

તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. જેમાં સાયલાના હોળીધાર વિસ્તારમાં ધોળાદિવસે હત્યાનો બનાવ બન્યો છે. જેમાં માત્ર સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ હત્યાનો બનાવ બન્યો હતો.

અહીં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. જેમાં હત્યાનો બનાવ બનતા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ હત્યાના બનાવના પગલે સાયલા પોલીસ દ્વારા આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે અને સાયલા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

PROMOTIONAL 12

આ અંગે લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, આજે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો. આ બનાવમાં આજુબાજુમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે મગજમારી થઈ હતી. જેમાં હિંમતભાઈ લઘરાભાઈ પડ્યાંનુ મોત નીપજ્યું છે. અહીં સામે વાળા આરોપીઓ અને હિંમતભાઈ પરિવાર વચ્ચે લગ્નના આયોજન બાબતે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી.

વધુ વાંચો: ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ? 3 લોકોના દારુ પીધા પછી શંકાસ્પદ મોત, પરિવારના આરોપોએ ચોંકાવ્યા

તેમણે વધુમાં જણાવ્યું કે, આ બોલાચાલીને ધ્યાનમાં રાખીને હિંમતભાઈ જયારે પોતાના ઘરેથી બહાર નીકળતા હતા, ત્યારે આરોપીઓએ તેમને વચ્ચેથી રોકી તેમને મારામારી કરી અને તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરી એમનું મૃત્યુ નીપજાવ્યું છે. હાલ મૃતક હિંમતભાઈ પંડ્યા નું બોડી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઇ જવામાં આવેલ છે. અને એમાં જે આરોપીઓ છે, એમાં હાલ પાંચ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, અને હાલ ફરિયાદી પક્ષ છે, એમને પોલીસ સ્ટેશન લાવી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surendranagar crime sayala crime surendranagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ