ટીવી શો / Indian Idolમાં જે નવા જજની ઍન્ટ્રી થઈ તેનાથી હવે અનુ મલિકની વાપસી નહીં થાય

Himesh Reshammiya replaces Anu Malik on Indian Idol 11

થોડાં દિવસ પહેલાં ઈન્ડિયન આઈડલના જજ અનુ મલિકે આ રિયાલિટી શોને અલવિદા કહી દીધું હતું અને હવે હિમેશ રેશમિયા તેમની જગ્યા લેવા જઈ રહ્યાં છે. આ શોમાં અનુ મલિકની હાજરીથી ઘણાં વિવાદ થવા લાગ્યા હતા, જેથી ચેનલે તેમને બહારનો રસ્તો દેખાડ્યો હતો. જોકે, અનુ મલિકે એવો દાવો કર્યો હતો કે તેઓ ત્રણ સપ્તાહની રજા પર જઈ રહ્યા છે અને હિમેશ રેશમિયા તેમની જગ્યાએ શોના જજ બનશે. પણ હવે એવું લાગે છે કે અનુ મલિકનું શોમાં પાછા ફરવું મુશ્કેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ