બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Himanta Biswa Sarma attacked on Rahul gandhis adani post, says where have you concealed the proceeds of Herald Scams

રાજનીતિ / 'હેરાલ્ડ કૌભાંડના પૈસા ક્યાં છુપાવ્યાં'? હવે કોર્ટમાં મળીશું, રાહુલ ગાંધીના ટ્વિટ પર CM હિમંતાનો પલટવાર

Vaidehi

Last Updated: 06:44 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વર્ડ પ્લે પઝલ ટ્વીટ કર્યું જેમાં અક્ષરોથી અદાણી સિવાસ પણ અન્ય કેટલાક નામ લખેલા હતાં. આ ટ્વીટને લઈને અસમનાં CM હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.

  • રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું વર્ડ પ્લે પઝલ
  • અદાણી સહિત કેટલાક લોકોનું લખ્યું નામ
  • હિમંતા બિસ્વાએ કર્યો પલટવાર

સાંસદીય સદસ્યતા ગુમાવી ચૂકેલા રાહુલ ગાંધી અદાણી મુદા પર સતત BJP પર નિશાન સાધી રહ્યાં છે. તેમણે શનિવારે એક વર્ડ પ્લે પઝલનો ફોટો ટ્વિટ કર્યો. તેના થકી રાહુલે અદાણીથી લઈને ગુલામ નબી આઝાદ, સિંધિયા, કિરણ કુમાર રેડ્ડી, હિમંતા બિસ્વ સરમા અને અનિલ એન્ટની પર નિશાન સાધ્યું. હવે તેને લઈને અસમનાં CM હિમંત બિસ્વા સરમાએ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે.

હિમંતા બિસ્વાએ કર્યો પલટવાર
હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધીનાં ટ્વિટને રિ-ટ્વિટ કરીને લખ્યું, આ અમારો શિષ્ટાચાર હતો કે અમે તમને કોઈ દિવસ નથી પૂછ્યું કે તમે બોફોર્સ અને નેશનલ હેરાલ્ડ ઘોટાળાની કમાણીને ક્યાં છૂપાવી છે.અને તમે અનેકવાર ઓતાવિયો ક્વાત્રોચીને ભારતની કાયદાકીય વ્યવસ્થાથી બચાવી લીધું. હવે આપણે કોર્ટમાં મળશું.'

રાહુલ ગાંધીએ ટ્વિટમાં શું લખ્યું?
કોંગ્રેસ નેતાએ વર્ડ પ્લે પઝલ ટ્વીટ કરી લખ્યું કે સત્ય છુપાવે છે તેથી રોજ ભટકાવે છે. પ્રશ્ન એ જ છે કે- અદાણીની કંપનીઓમાં રુ.20000 કરોડ બેનામી પૈસા કોના છે?

કોણ છે ઓતાવિયો ક્વાત્રોચી
ઓતાવિયો ક્વાત્રોચી ઈટલીનાં પ્રખ્યાત બિઝનેસમેન હતાં. જેના પર રાજીવ ગાંધી સરકાર દરમિયાન બોફોર્સ ઘોટાળામાં દલાલીની મદદથી લાંચ લેવાનો આરોપ હતો. UPA સરકાર દરમિયાન વર્ષમ 2009ની શરુઆત સુધી ભારતે ગુનાહીત મામલાઓમાં તેમની તપાસ કરી પરંતુ 28 એપ્રિલ 2009નાં CBIએ ક્વોત્રોચીને ક્લીનચીટ આપતાં ઈન્ટરપોલથી તેમના પર જારી રેડકોર્નર નોટિસને હટાવી લેવાની નોટિસ આપી હતી. વિપક્ષે ક્વોત્રોચીને ક્લીનચીટ આપવા પાછળ કોંગ્રેસનો હાથ જણાવ્યો.

સંકળાયેલા મુદ્દાઓ

Himanta Biswa Sarma adani congress rahul gandhi tweet અદાણી કોંગ્રેસ રાહુલ ગાંધી હિંમંતા બિસ્વા સરમા Himanta Biswa Sarma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ