બ્રેકિંગ ન્યુઝ
VTV / himachal pradesh dharamsala truck falls in dig in yol area wife 5 dead including husband daughter
Manisha Jogi
Last Updated: 09:23 AM, 15 May 2023
ADVERTISEMENT
હિમાચલ પ્રદેશમાં કાંગડા જિલ્લાના ધર્માશાળામાં યોલની રસેહડ પંચાયતના દુર્ગમ ગામમાં એક ટ્રક દુર્ઘટનાનો શિકાર થયો છે. આ ટ્રકમાં 10 લોકો હતા, જેમાંથી પાંચ લોકોનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે અને પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને ટાંડા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાની પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.
મૃતકોમાં બે મહિલાઓ, એક બાળકી અને બે પુરુષ શામેલ છે અને ઈજાગ્રસ્તોમાં 4 પુરુષ અને બાળકી શામેલ છે. આ તમામ લોકો યોલની તંગરોટીના રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉથડા ગામની પૈતૃક જમીનમાં ઘઉંના પાકની લણણી કરવા માટે નીકળ્યા હતા. બપોરે ઘઉંના પાકને પરત લઈને આવી રહ્યા હતા, તે સમયે ટર્ન લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી અને ટ્રક 250 ફૂટ ઊંડી ખાઈમાં પડ્યો હતો.
ADVERTISEMENT
સ્થાનિકોએ યોલ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણકારી આપી હતી. પોલીસ અને SDRF એ તાત્કાલિક ધોરણે બચાવ અભિયાન શરૂ કર્યું હતું. ભાજપ નેતા રાકેશ ચૌધરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા, તેઓ જણાવે છે કે, એક દિવસ પહેલા ગામમાં ખુશીનો માહોલ હતો, પરંતુ હવે સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના સભ્યોએ જીવ ગુમાવ્યો છે.
धर्मशाला में एक कैंटर दुर्घटना में 5 लोगों की मौत का समाचार अत्यंत दुखद है। हमने जिला एवं अस्पताल प्रशासन को दुर्घटना में घायल लोगों को श्रेष्ठ उपचार उपलब्ध करवाने के निर्देश दिए है।घायलों को फौरी राहत के रूप में 25 हजार रुपये की राशि प्रदान की गई है।cont..1
— CMO HIMACHAL (@CMOFFICEHP) May 14, 2023
સ્થાનિકો મદદ માટે પહોંચ્યા
રહેહડ પંચાયતના પ્રધાન આશિષ કુમારે આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને જણાવે છે કે,સ્થાનિકોએ જાણકારી આપતા તાત્કાલિક ઘટના સ્થળે જવા નીકળી ગયા હતા. રાહત અને બચાવકાર્ય માટે તંત્રને જાણ કરી. સ્થાનિક તંત્ર તરફથી મૃતકોના પરિવારજનોને 25 હજાર રૂપિયા રાહત પ્રદાન કરવામાં આવી છે.
દુર્ઘટનાનો શિકાર થયેલ પરિવાર
મૃતકોમાં પતિ-પત્ની અને પુત્રી સીતા દેવી સુનિલ કાંત (39), સુનિલ કાંત બળદેવ (43) કૃષ્ણા સુનિલ કાંત (7) તથા મિલાપ ચંદ અશોક કુમાર (ટ્રક ચાલક) અને આરતી દેવી કુશલ કુમાર શામેલ છે. પ્રિયા (7), અંશુ સુનિલ કાંત (7), અભિનવ સુનિલ (17), સાક્ષી ગુલશન (17), અનિલ કાંત બળદેવ સિંહ (40) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી ઠાકુર સુખવિંદર સિંહ સુક્ખૂએ આ રોડ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેઓ જણાવે છે કે, આ દુખની ઘડીમાં સરકાર પીડિતોની સાથે છે. ઈજાગ્રસ્તોના સાજા થવાની કામના કરી અને હોસ્પિટલને ઈજાગ્રસ્તોનો યોગ્ય ઈલાજ કરવા માટે આદેશ આપ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.