બ્રેકિંગ ન્યુઝ
VTV / hijab row know main difference amoung hijab burkha naquab dupatta
Dhruv
Last Updated: 03:47 PM, 15 March 2022
ADVERTISEMENT
કર્ણાટકમાં ઘણાં લાંબા સમયથી ચાલી રહેલા આ હિજાબ વિવાદ (Karnataka Hijab Row) પર કર્ણાટક હાઇકોર્ટ (Karnataka High Court) એ આજે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. હાઇકોર્ટે હિજાબ મામલા પર જણાવ્યું કે, 'સ્કૂલ-કોલેજોમાં હિજાબ પહેરવું જરૂરી નથી. આ સાથે હિજાબ પર પ્રતિબંધને પડકાર ફેંકનારી અરજી પણ કોર્ટે ફગાવી દીધી.
તદુપરાંત વધુમાં કોર્ટે જણાવ્યું કે, 'હિજાબ પહેરવું એ ઇસ્લામની ફરજિયાત ધાર્મિક પ્રથા નથી અને તેની પરના પ્રતિબંધ સામે વિદ્યાર્થીઓ કોઈ વાંધો ના ઉઠાવી શકે.' ત્યારથી સોશિયલ મીડિયા પર હિજાબને લઈને અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને ઘણાં લોકો તેને આઝાદી સાથે પણ જોડી રહ્યાં છે.'
ADVERTISEMENT
વાસ્તવમાં, ઇસ્લામમાં માત્ર હિજાબ જ નહીં, પરંતુ બુરખો, નકાબ વગેરે સહિત અન્ય કેટલાંક વસ્ત્રો પહેરવાની પણ પરંપરા રહી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે હિજાબ, બુરખો, નકાબ, દુપટ્ટો એ બધું શું છે અને તે એકબીજાથી કેવી રીતે અલગ પડે છે. ત્યારે સાથે એ પણ જાણી લો કે તેને પહેરવાના નિયમો શું-શું હોય છે?
બુરખો અને નકાબ વગેરેના શું છે નિયમ?
નકાબ : નકાબ એક રીતે તો કાપડનો પડદો જ હોય છે કે જે માથા અને ચહેરા પર ઓઢેલું હોય છે. તેના દ્વારા મહિલા બહારનું બધું જોઇ શકે છે પરંતુ નકાબ તેના ચહેરાને દુનિયાથી છુપાવી રાખે છે. જો કે, તેમાં આંખો ઢંકાયેલી નથી હોતી. એટલે કે, આંખો ખુલ્લી હોય છે. તેનો ઉપયોગ ચહેરાને ઢાંકવા માટે જ થતો હોય છે. તેની સાથે એક પ્રકારનું કાપડ હોય છે કે જેમાં મહિલાનું શરીર માથાથી માંડીને પગ સુધી ઢંકાયેલું હોય છે. સામાન્ય રીતે તો નકાબ બુરખાનો એક ભાગ હોય છે. પરંતુ કેટલીક જગ્યાઓ પર અલગ રીતે પણ નકાબ પહેરવામાં આવે છે.
બુરખો : બુરખો એક ચોલીની જેમ હોય છે કે જેમાં મહિલાઓનું શરીર સંપૂર્ણ રીતે ઢંકાયેલું હોય છે. તેમાં માથાથી પગ સુધી આખા શરીરને ઢાંકવાની સાથે-સાથે આંખો પર પડદો પણ કરી શકાય છે. એ માટે આંખોની સામે એક જાળીદાર કપડું મૂકવામાં આવે છે. જેથી મહિલા બહારનું જોઈ શકે. તેમાં મહિલાના શરીરનો કોઈ જ ભાગ દેખાતો નથી. ઘણાં દેશોમાં તેને 'અબાયા' પણ કહેવામાં આવે છે.
દુપટ્ટો : દુપટ્ટો એ ખૂબ જ સામાન્ય વસ્ત્ર છે. તે એક પ્રકારનો લાંબો સ્કાર્ફ છે કે જેનાથી માથું ઢાંકેલું હોય છે અને તે ખભા પર જ રહેતો હોય છે. તે મહિલાના ડ્રેસ સાથે મેચિંગ પણ હોઈ શકે છે. દક્ષિણ એશિયામાં તેનો વધુ ઉપયોગ થાય છે. તે હિજાબની જેમ સંપૂર્ણ બંધાયેલો નથી હોતો.
અલ-અમીરા- રિપોર્ટ્સ અનુસાર, આ બે કપડાંનો સેટ હોય છે. એક કપડાંને ટોપીની જેમ માથા પર પહેરવામાં આવે છે. બીજું કાપડ થોડું મોટું હોય છે કે જેને માથા પર લપેટીને છાતી પર ઓઢવામાં આવે છે.
શાયલા : અનેક જગ્યાએ શાયલાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તે એક ચોરસ સ્કાર્ફ હોય છે કે જેનાથી માથાને અને વાળને ઢાંકવામાં આવે છે. તેના બંને છેડા ખભા પર લટકેલા હોય છે. સામાન્ય રીતે તેમાં ગળું દેખાતું રહે છે. શાયલા ખાડી દેશોમાં ખૂબ જ લોકપ્રિય હોય છે. તે હિજાબ જેવું જ હોય છે.
ચિમાર : આ પણ હેડ સ્કાર્ફ સાથે જોડાયેલ બીજો સ્કાર્ફ છે કે જે ઘણો લાંબો હોય છે. જો કે, તેમાં ચહેરો દેખાતો રહે છે, પરંતુ માથું, ખભા, છાતી અને હાથના અડધા ભાગ સુધી સંપૂર્ણપણે ઢંકાયેલું રહે છે. તે હિજાબ કરતાં થોડી મોટી હોય છે.
દરેક ધર્મમાં હોય છે માથું ઢાંકવાની પરંપરા
આમ તો, હિજાબ સિવાય અન્ય ધર્મોમાં પણ માથું ઢાંકવાની પરંપરા રહેલી હોય છે. આવી સ્થિતિમાં, દરેક ધર્મના લોકો અલગ-અલગ વસ્તુઓ દ્વારા પોતાનું માથું ઢાંકતા હોય છે કે જેમાં દસ્તાર, ટાગલમસ્ટ, માઇટર, બિરેટ, શટ્રાઇમલ અને કિપ્પા વગેરેનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.