ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં બોલાવાયેલ ખેડૂત સંગઠનોનો ભારત બંધ પૂરો થયો છે લગભગ 10 કલાક બાદ દિલ્હી-ગાઝીપુર બોર્ડરને ખુલ્લી મૂકી દેવામાં આવી છે.
ખેડૂત સંગઠનોનો ભારત બંધ પૂરો થયો
10 કલાક ચાલ્યો ભારત બંધ
ભારત બંધને કારણે ઘણા ટ્રેનો પ્રભાવિત
નાગપુરમાં પરાણે બંધ કરાવાઈ દુકાનો
ભારત બંધ દરમિયાન ખેડૂતોએ દેશભરમાં દેખાવ કર્યો હતો. ભારત બંધને પગલે ઉત્તર ભારતની ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ હતી તો નાગપુરમાં પરાણે દુકાનો બંધ કરાવવામાં આવી હતી. ખેડૂત નેતા રાકેશ ટીકૈતે ભારત બંધ સફળ રહ્યો હોવાનો દાવો કર્યો છે.
Massive traffic snarl seen at Gurugram-Delhi border as vehicles entering the national capital are being checked by Delhi Police and paramilitary jawans, in wake of Bharat Bandh called by farmer organisations today. pic.twitter.com/dclgkqp3X1
સિંધુ બોર્ડરે ચાલી રહેલ આંદોલનમાં સામેલ એક ખેડૂતનું મૃત્યુ થઈ ગયું હતું. સોમવારે ભારત બંધ દરમિયાન ભગેલ રામ નામના ખેડૂતને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર તેમણે ઘટના સ્થળે જ જીવ ગુમાવી દીધો હતો. સિંધુ રજોકરી અને ગાજીપૂર સહિત દિલ્હીની ઘણી બોર્ડર પર ખેડૂતએ આજે રસ્તો બંધ કરી દીધો હતો. અને દિલ્હી ગુડગાંવ બોર્ડર પર મોટાપાયે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ દિલ્હી જતી તમામ ગાડીઓની તપાસ કરી રહી છે.
દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર ભારે ટ્રાફિક જામ
દિલ્હી-જયપુર એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ છે. નેશનલ હાઇવે -48 પર ટ્રાફિક ચક્કર લગાવી રહ્યો છે. ગુરુગ્રામ ટ્રાફિક કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ દ્વારા દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર અને રાજોકરી ફ્લાયઓવર નજીક બેરીકેડિંગને કારણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક ધીમો છે. દિલ્હી ટ્રાફિક પોલીસે જાહેરાત કરી છે કે રાષ્ટ્રીય રાજધાની સાથે રાજ્યની ગાઝીપુર બોર્ડર તરફ ઉત્તર પ્રદેશથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. તેમણે ટ્વિટ કર્યું, "વિરોધને કારણે, યુપીથી ગાઝીપુર તરફનો ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે."
#WATCH: संयुक्त किसान मोर्चा के द्वारा आज भारत बंद के ऐलान के चलते दिल्ली-गुरुग्राम बॉर्डर पर गाड़ियां का लंबा जाम देखा गया। pic.twitter.com/8n2zMhxvdE
રાકેશ ટિકૈતે કહ્યું કે અમે લોકોને પહેલા જ સતર્ક કર્યા હતા
ખેડૂત બંધને લઈને ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તાના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે અમે લોકોને પહેલા જ સતર્ક કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે લોકોને લંચ બાદ જ ઘરની બહાર નિકળવાનું કહ્યું હતુ. ટિકૈતે કહ્યું કે આજે શામ 4 વાગ્યા સુધી બંધ રહેશે. લોકોને અપીલ છે કે લંચ બાદ જ નીકળો. નહીં તો જામમાં ફસાઈ જશે. એમ્બ્યૂલન્સ, ડોક્ટર અને વધારે જરુરિયાત મંદોને કાઢવામાં આવશે. દુકાનદારોને પણ અપીલ છે કે તે દૂકાન બંધ રાખે.
ભારત બંધ સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રહેશે
સંયુક્ત કિસાન મોર્ચા તરફથી આજે ભારત બંધનું આહ્વાન કર્યુ છે. ભારત બંધ સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રહેશે. તેવામાં જો તમે ગુરગાવ અથવા નોઈડા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને રજોકરી બોર્ડર અને ડીએનડીથી જવું અવોઈડ કરવું પડશે. ભારત બંધની જગ્યાએ દિલ્હી ગુરગાવ બોર્ડરની સાથે જ નોઈડાના ડીએનડી પર ભારે જામ લાગી ગયો છે. જામની જગ્યાએ વાહન ચાલક કલાકો ફસાયેલા રહેશે. ગુરુગ્રામ જવાના રસ્તામાં રજોકરી બોર્ડર પર લાંબો જામ લાગેલો છે. સંયુક્ત ખેડૂત મોર્ચાના આહ્વાન પર સિંધુ બોર્ડર પર પ્રદર્શનકારી ધરણા કરી રહ્યા છે.