Highest Paid Actress: દીપિકા, આલિયાને પાછળ મૂકીને ઈન્ડિયાની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસનું ટેગ ઉર્વશી રૌતેલાને નામે થયું છે.
હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ તરીકે ઉર્વશીનું નામ
દીપિકા, આલિયાને મૂકી પાછળ
1 મિનિટનો ચાર્જ 1 કરોડ રૂપિયા
બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફિલ્મોમાં ભલે ખાસ દેખાતી ન હોય પરંતુ તેણે ફેશન, મોડેલિંગ અને ડાંસની ફિલ્ડમાં ઘણું નામ કમાવ્યું છે. આ વખતે પણ ઉર્વશી રૌતેલા ડાંસના આધારે ઈન્ડિયાની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ બની ગઈ છે. હાલમાં જ ઉર્વશીએ સાઉથ ઈન્ડિયન ફિલ્મનાં ત્રણ મિનિટનાં સૉન્ગ પર્ફોર્મન્સ માટે 3 કરોડની ડિમાન્ડ કરી છે. એનો અર્થ થયો કે એક્ટ્રેસે 1 મિનિટનાં 1 કરોડ રૂપિયા માંગ્યા છે.
1 મિનિટ માટે 1 કરોડનો ચાર્જ
ડાન્સ ફેસ્ટિવલ 2023માં પોતાનાં ફેશનથી લોકોનું દિલ જીતીને લાઈમલાઈટમાં રહેનારી ઉર્વશી હવે 1 મિનિટનાં 1 કરોડ રૂપિયા ચાર્જ કરવા લાગી છે. રિપોર્ટસ અનુસાર ઉર્વશી રૌતેલા બોયાપતિ શ્રીનુ-રામ પોથિનેનીની અપકમિંગ ફિલ્મમાં એક ડાન્સ કરવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સૉન્ગ 3 મિનિટનો રહેશે જેમાં પર્ફોર્મન્સ માટે ઉર્વશી 3 કરોડની માંગ કરી રહી છે. જો ઉર્વશીને આ પેમેન્ટ મળે છે તો એ બાદ તે દેશની સૌથી વધુ પેમેન્ટ લેનારી એક્ટ્રેસ બની જશે.
મેગાસ્ટાર ચિરંજીવીની ફિલ્મ માટે માંગ્યા 2 કરોડ
માહિતી અનુસાર એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સાઉથ ઈન્ડિયાની મેગાસ્ટાર ચિરંજીવીની ફિલ્મ વાલ્ટેયર વીરય્યામાં ડાન્સ પર્ફોર્મન્સ આપવા માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે.
મિસ યૂનિવર્સ બાદ બોલિવૂડમાં ડેબ્યૂ
ઉર્વશી રૌતેલા મિસ યૂનિવર્સ બની તે બાદ તેણે વર્ષ 2012માં બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું. ફિલ્મ સિંહ સાબબ ધ ગ્રેટમાં સની દેઓલની સાથે ઉર્વશી રૌતેલા સ્ક્રીન શેર કરી રહી હતી. આ ફિલ્મ બાદ ઉર્વશી સનમ રે, ગ્રેંડ ગ્રેંડ મસ્તી, હેટ સ્ટોરી 4 અને પાગલપંતી જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. વર્ષ 2014માં તેણે કન્નડ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં મૂર્વી મિસ્ટર એયરાવતામાં ડેબ્યૂ કર્યું હતું.