વલસાડ / તિથલ દરિયો બન્યો ગાંડોતૂર, ભરતીને કારણે ઉંચા મોજા ઉછળ્યા

વલસાડનો જાણીતો તીથલનો દરિયો તોફાની જોવા મળ્યો હતો. દરિયામાં મોટી ભરતીને કારણે ઉંચા મોજા ઉછળ્યા હતાં. આમ તોતિંગ મોજા અને ઝડપી પવન સાથે દરિયાકિનારે તોફાની વાતાવરણ સર્જાયું હતું . દરિયાઇ વનસ્પતિ પણ દરિયા કિનારે તનાઇ આવી હતી. દરિયો રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો હતો. કોરોનાના કારણે તિથલનો દરિયો પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો છે. પર્યટકો પણ દરિયાકિનારે નહી હોવાથી તંત્રએ રાહત અનુભવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ