મહારાષ્ટ્રના નાગપુરમાં પોલીસે હોટલમાં ધમધમી રહેલા એક સેક્સ રેકેટનો પર્દાફાશ કરીને એક સગીરા સહિત 4 મહિલાઓને છોડાવી છે.
નાગપુરના ખપાની હોટલમાં ઝડપાયું સેક્સ રેકેટ
4 કપલો ઝડપાયા કઢંગી હાલતમાં
10મા ધોરણની છોકરી પણ દેહવેપાર કરતી ઝડપાઈ
હોટલમાં સેક્સ રેકેટ પકડ્યાંનો સિલસિલો યથાવત રહ્યો છે. હવે મહારાષ્ટ્રના નાગપુરમાં હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં સૌથી વધારે આઘાત લાગે તેવી ઘટના એ છે કે તેમાં 10મા ધોરણમાં ભણતી છોકરી પણ સામેલ છે જોકે તેને વૈશ્યાવૃતિમાં ધકેલી દેવાનું સામે આવ્યું છે. તે ખુદ આવી કે તેને ફરજ પાડવામાં આવી તે ક્લિયર નથી પણ પોલીસ તપાસમાં આ ઘટસ્ફોટ થશે.
કેવી રીતે ઝડપાયું સેક્સ રેકેટ
નાગપુર ગ્રામીણ પોલીસે હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. નાગપુર જિલ્લાના ખાપા પાસે ચાલી રહેલા આ વેશ્યાવૃત્તિ કેસમાં પોલીસે હોટલ માલિક સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે બે વિદેશી યુવતીઓને બચાવી લીધી છે. નાગપુર જિલ્લાના ન્યૂ એકાંત લોજમાં હાઇ-પ્રોફાઇલ વેશ્યાવૃત્તિને બળજબરીથી કરાવવામાં આવે છે તેવી માહિતી મળતાં, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી. આ ઘટનામાં ચાર કપલો વાંધાજનક હાલતમાં ઝડપાયા હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. પોલીસે છટકું ગોઠવીને ન્યુ એકાંત લોજમાં દરોડો પાડ્યો હતો. ત્યારે હોટલમાંથી પાંચ ગ્રાહકો વાંધાજનક હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ પોલીસે હોટલ માલિક સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ વિદેશની ત્રણ યુવતીઓને બચાવી લેવામાં આવી છે. પોલીસે માહિતી આપી છે કે વિદેશી રાજ્યોની યુવતીઓને છેતરીને નાગપુરમાં દેહવ્યાપાર માટે લાવવામાં આવતી હતી. આ કેસના મુખ્ય આરોપી વિનિત પાટીલ અને પંકજ સરેલીની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે.
10મા ધોરણમાં ભણતી છોકરી પણ ઝડપાઈ સેક્સ રેકેટમાં
નાગપુર પોલીસે જે છોકરીઓને બચાવી છે તેમાં એક બાળકી સગીરા હોવાનું જાણવા મળે છે. તે 10મા ધોરણમાં અભ્યાસ કરે છે અને આરોપી તેને દેહવ્યાપારમાં ધકેલ્યો હતો. પોલીસે હોટલમાંથી સૌરવ તિવારી, ક્ષિતિજ ચોકસે, સુરેન્દ્ર હોલે અને સંજય બિબરે નામના ચાર ગ્રાહકોની અટકાયત કરી છે. કડક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ પોલીસે કહ્યું છે કે હોટલમાંથી મળી આવેલી યુવતીઓને બચાવી લેવામાં આવી છે અને તેને સુધારકમાં મોકલવામાં આવશે.
પોલીસના દરોડા પડતાં મચી નાસભાગ
જે ઘડીએ પોલીસે હોટલમાં દરોડા પાડ્યાં તે ઘડીએ ત્યાં નાસભાગ મચી હતી. એવું પણ કહેવાય છે કે પોલીસ અધિકારીઓની ટીમ જ્યારે હોટલમાં ઘુસી ત્યારે ત્યાંના માહોલ જોઈને તેમને આંખે અંધારા આવી ગયા હતા. ચાર કપલો ત્યાં સંબંધ બનાવી રહ્યાં હતા. પોલીસને જોઈને તેઓ અર્ધ નગ્ન અવસ્થામાં જ્યાં જગ્યા મળી ત્યાં છુપાઈ જવા લાગ્યાં હતા.
પટણામાં પણ ઝડપાયું સેક્સ રેકેટ
ચંદીગઢ અને પછી લખનઉ તથા બિહારના પટણાની એક ફાઈવ સ્ટાર હોટલમાંથી મોટું દેહ વ્યાપાર કરતી કેટલીક છોકરીઓ અને છોકરાઓ ઝડપાયા છે. પટના પોલીસે પટનાના બિહાટાની ખાનગી હોટલ ઓયોમાં ચાલતું સેક્સ રેકેટ ખુલ્લું પાડ્યું છે. પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિના સંબંધમાં એક ડઝનથી વધુ યુવતીઓ અને એક ડઝનથી વધુ પુરુષોને પકડ્યા છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે દરોડાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.ઘણા દિવસોથી પોલીસને ગ્રામજનો પાસેથી માહિતી મળી રહી હતી કે બિહાટામાં "હોટેલ પ્રિન્સ આઈએનએન" નામની સંસ્થા સેક્સ રેકેટ ચલાવવામાં સંડોવાયેલી છે. સ્થાનિક લોકોએ હોટેલ પરિસરમાં અવારનવાર યુવાનો-યુવતીઓ આવતા હોવાનું પણ જણાવ્યું હતું. સંદિગ્ધ હરકતોને કારણે તેમને શંકા પડી અને પોલીસને જાણ કરતા જે પછી તરત પોલીસે દરોડા પાડ્યા જેમાં 25 યુવાન-યુવતીઓ કઢંગી હાલતમા ઝડપાયા હતા. ગ્રાહકોની ડિમાન્ડ પર હોટલવાળા છોકરીઓ બોલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ત્યાંના માહોલ જોઈને તે ચકરાવો ખાઈ ગઈ હતી અને તેને પણ શરમ આવી ગઈ હતી. હાલ તો આ સેક્સ પાર્ટીમાં સંડાવાયેલા તમામ આરોપીઓને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.