બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / આ જૂનાગઢની જેલ છે કે હાઇ પ્રોફાઇલ આરોપીઓનું ઘર? જ્યાં PSIથી લઇને ગણેશ જાડેજા સહિતના આરોપીઓ છે કેદ

હાઇ પ્રોફાઇલ જેલ / આ જૂનાગઢની જેલ છે કે હાઇ પ્રોફાઇલ આરોપીઓનું ઘર? જ્યાં PSIથી લઇને ગણેશ જાડેજા સહિતના આરોપીઓ છે કેદ

Last Updated: 01:07 PM, 10 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની એક એવી જેલ જ્યાં સામાન્ય કેદીઓની જેમ જ હાઈ પ્રોફાઈલ આરોપીઓ પણ જીવન જીવી રહ્યા છે. આ બાબતે અધિકારીઓએ દાવો કર્યો છે કે આ આરોપીઓ ગુનાનો પશ્ચાતાપ હોવાનો અધિકારીઓ દાવો કરી રહ્યા છે.

હાલ જૂનાગઢ જિલ્લા જેલમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા નો પુત્ર ગણેશ જાડેજા તેમજ તોડકાંડના સૂત્રધાર જુનાગઢના પી આઇ તરલ ભટ્ટ ઉપરાંત મર્ડર કેસમાં આરોપી તરીકે પી એસ આઈ મુકેશ મકવાણા અને ભાજપના કોર્પોરેટર ના પતિ સંજય સોલંકી તેમજ પુત્ર હરેશ જીવાભાઈ સોલંકી પણ જેલમાં બંધ છે. તેમજ ત્રણ સસ્પેન્ડ એએસઆઈ પણ હાલ જુનાગઢ જેલમાં બંધ છે. આ તમામ આરોપીઓને સામાન્ય કેદીની જેમ જ તેની સાથે વર્તન કરવામાં આવે છે.

ક્યાં ક્યાં વીવીઆપી લોકો જેલમાં કાપી રહ્યા છે સજા

જૂનાગઢની જિલ્લા જેલમાં 265 કેદીની ક્ષમતા છે. તેની સામે બમણા એટલે કે ગીર સોમનાથ જેલ પોરબંદર છે. કુલ 563 કેદીઓ હાલ જુનાગઢ જીલ્લા રહે છે. જેમાં 26 મહિલાઓ ઉપરાંત સૌથી વધુ 140 પુરુષો છે. ત્યારે 140 આરોપીઓ હત્યા દુષ્કર્મ કેસ અને નારકોટિક્સ એક હેઠળ ના 35 આરોપીઓ જેલમાં જ છે. ગણેશ જાડેજા, પીએસઆઇ મુકેશ મકવાણા તેમજ પીઆઇ તરલ ભટ્ટ ઉપરાંત એએસઆઈ દિપક જાની એએસઆઇ રામજી મયાત્રા રમેશ પાનસુરીયા નગરસેવકના પુત્ર હરેશ જીવા સોલંકી અને નગરસેવિકાના પતિ સંજય દુધા સોલંકીને પોતે કરેલા ગુનાઓ અંગે બારોબાર દુઃખ છે. અને આવેશમાં આવીને આ તમામ લોકોએ ગુના આચાર્ય હોવાનું મનોમન રટણ કરી રહ્યા છે. ત્યારે આ તમામ કેદીઓ દિવસ દરમિયાન પુસ્તકો વાંચીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. એમ.એલ.એ ના પુત્ર હોય કે પોલીસના જવાનો હોય તમામ લોકો માટે જેલ એક સમાન છે અને એક અઠવાડિયામાં ત્રણ વખત તેમના પરિવારજનો કે વકીલ સાથે ટેલીફોનિક વાતચીત કરવાની છૂટ આપવામાં આવે છે.

વધુ વાંચોઃ લો બોલો..., શિક્ષકો વિદેશમાં બેઠા, છતાંય છેલ્લા 2 વર્ષથી ગુજરાતની આ સ્કૂલોમાં બોલે છે હાજરી, શું આ રીતે ભણશે ગુજરાત?

જેલમાં આવે એટલે કોઈ હાઈ પ્રોફાઈલ રહેતું નથીઃ એચ.ઓ.વાજા (જેલ અધિક્ષક, જુનાગઢ)

આ સમગ્ર બાબતે જુનાગઢનાં જેલ અધિક્ષક એચ.ઓ.વાજાએ જણાવ્યું હતું કે, આજની તારીખમાં 265 કેદીઓની કેપેસીટી ધરાવતી જેલ છે. જેમાં 521 કેદીઓ છે. ત્યારે ગુનો કરી જેલમાં આવે એટલે કોઈ હાઈ પ્રોફાઈલ તો રહેતું જ નથી. બધા સામાન્ય કેદીની જેમ જ રાખવામાં આવે છે. ત્યારે હાલ એક ધારાસભ્યનાં પુત્ર છે, કોર્પોરેટરનાં પતિ-પુત્ર, એક પીઆઈ, પીએસઆઈ, ત્રણ એએસઆઈ તેમજ આ તમામ લોકોને અન્ય કેદીઓની જેમ જ રાખવામાં આવે છે. અમે જેલમાં રાઉન્ડ દરમ્યાન તમામ કેદીઓ સાથે વાતચીત કરતા હોઈએ છીએ. ત્યારે વાતચીત દરમ્યાન જણાઈ આવે છે કે આ લોકોને ગુનો કર્યાનો પસ્તાવો થતો જ હોય છે.

હાલ તો જુનાગઢ જિલ્લા જેલ હાઈ પ્રોફાઈલ બની છે. કેદીઓ માટે કોઈપણ સુવિધાઓ વગર દરેક કેદીઓ સામાન્ય કેદી માફક જ પોતાનું સમય પસાર કરી રહ્યા છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh News VIP Accused High Profile Jail
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ