બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / High level meeting of PMO on Corona will fight the virus from two points

મીટિંગ / કોરોના પર PMOની હાઈ લેવલ મીટિંગ, બે પોઈન્ટથી વાયરસ સામે લડાશે, અધિકારીઓને અપાયા નિર્દેશ

Mahadev Dave

Last Updated: 10:46 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના દેશોમાં વધતા કોરોનાના કેસો વચ્ચે PMO દ્વારા હાઈ લેવલની મીટિંગ યોજાઈ હતી. જેમાં કોરોના સામે લડવા અધિકારીઓને નિર્દેશ અપાયા હતા.

  • વડાપ્રધાનના અગ્રસચિવ પીકે મિશ્રાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
  • અધિકારીઓને કોરોનાના નવા વેરિયન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના
  • કોવિડ રસીના 220 કરોડથી વધુ ડોઝ અપાયા


ચીન સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાયરસના કેસોમાં ઉછાળા વચ્ચે શનિવારે એક ઉચ્ચ અધિકારીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીના અગ્રસચિવ પીકે મિશ્રાએ દેશમાં કોરોનાની સમીક્ષા કરવા માટે બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં અધિકારીઓ અને આરોગ્ય નિષ્ણાતોએ જોડાયા હતા. આ દરમિયાન મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે ડિસેમ્બરમાં લગભગ 500 સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા, જેની દેશભરની INSACOG લેબમાં તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન મિશ્રાએ 22 ડિસેમ્બરે યોજાયેલી સમીક્ષા બેઠક બાદ પીએમ દ્વારા જારી કરાયેલા નિર્દેશોને અનુસરવા માહિતી આપી હતી.


વધુને વધુ લોકોને બૂસ્ટર ડોઝ આપવા સૂચના

જાણવા મળતી વિગત અનુસાર આ બેઠકમાં અધિકારીઓને કોરોનાના નવા વેરિયન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના અપાઈ હતી. ઉપરાંત, દેશમાં ટેસ્ટિંગ વધારવા અને મોનિટરિંગને મજબૂત કરવા પર ભાર મુકાયો હતો. તેમજ વધુને વધુ લોકોને બૂસ્ટર ડોઝ આપવા સૂચના અપાઈ છે અને  આ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાની જરૂર હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો કોરોના સામે કેન્દ્ર અને રાજ્ય સરકારે સહયારા પ્રયાસ કરવા પણ જણાવાયું હતી.

ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર, સ્ટાફ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા સુચન

બેઠક દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ માહિતી આપી હતી કે વાણિજ્ય મંત્રાલયને ચીનમાં તબીબી ઉત્પાદનો અને ઉપકરણોની નિકાસ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. મહત્વનું છે કે 27મી ડિસેમ્બરના રોજ તમામ આરોગ્ય કેન્દ્રો પર મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. કોરોનાને લાગતી વ્યવસ્થા કરવા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જેમાં ભાગ લીધો હતો. ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર, લોજિસ્ટિક્સ અને સ્ટાફ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે 21,097માં મોકડ્રીલ યોજાઈ હતી.જેમાંથી 16,108 સરકાર દ્વારા સંચાલિત હતી. બીજી બાજુ કોવિડ રસીકરણ અંગે અધિકારીઓ અને નિષ્ણાતો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે કોવિડ રસીના 220 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 102.56 કરોડ પ્રથમ ડોઝ અને 95.13 કરોડ બીજા ડોઝના લાભાર્થીઓને આપી દેવાયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Meeting PMO કોરોના બૂસ્ટર ડોઝ PMO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ