high level meet on in pmo over lac standoff with china defense minister with services chief
બેઠક /
LAC પર ચીન સાથે તણાવની સ્થિતિ વચ્ચે PMOમાં બેઠક, રક્ષા મંત્રી સાથે ત્રણેય સેનાના પ્રમુખ હાજર
Team VTV06:14 PM, 26 May 20
| Updated: 07:17 PM, 26 May 20
લદ્દાખમાં ભારત અને ચીની સૈનિકો આમને-સામે હોવાના સમાચાર મળી રહ્યા છે. બંને તરફની સેના પોત-પોતાના મોરચે તહેનાત છે. સરહદે બંને દેશો વચ્ચેના તણાવના આ મામલે દિલ્હીમાં પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) માં બેઠક યોજાઇ છે. ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર શું સ્થિતિ છે, તેના પર ચર્ચા ચાલી રહી છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની સાથે ત્રણેય સેનાઓના પ્રમુખ ભાગ લઇ રહ્યા છે.
બંને દેશો વચ્ચેના તણાવના આ મામલે દિલ્હીમાં પ્રધાનમંત્રી કાર્યાલય માં બેઠક
ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર શું સ્થિતિ છે, તેના પર ચર્ચા ચાલી રહી છે
ગત કેટલાક દિવસોમાં ચીન અને નેપાળની સાથે ચાલી રહેલા ખેચંતાણ વચ્ચે મંગળવારે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. ચીન ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત ઉપરાંત ત્રણેય સેનાના પ્રમુખોની સાથે થયેલી આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે લદ્દાખની વર્તમાન સ્થિતિ પર જાણકારી મેળવી.
મંગળવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં આ બેઠકમાં ભારત કેવી રીતે ચીને જવાબ આપી રહ્યું છે તેના પર જાણકારી આપવામાં આવી. છેલ્લા થોડા દિવસોથી ચીન સૈનિકો સાથે ભારતીય સૈનિકોના સામ સામે આવવાના સમાચાર મળ્યા હતા. જે બાદ બંને દેશોની બોર્ડર પર તણાવની સ્થિતિ છે.
આ બેઠકમાં નક્કી કરાયું છે કે ચીનની સાથે ચાલી રહેલા વર્તમાન વિવાદને વાતચીત અને ડિપ્લોમેટિક મોરચે પર ઉકેલવામાં આવશે, પરંતુ ભારતીય સેના જ્યાં તહેનાત છે ત્યાં જ રહેશે. આ ઉપરાંત ભારતે રસ્તા નિર્માણનું જે કામ શરૂ કર્યું છે, તે ચાલુ રહેશે.
જ્યારે ચીન તરફથી સતત સૈનિકોની સંખ્યા વધારવામાં આવી રહી છે, તેને જોતા હવે ભારત પણ પોતાના સૈનિકોની સંખ્યા વધારશે. લદ્દાખમાં ગત દિવસોએ જે બન્યું, તેના બાદ સુરક્ષાની દ્રષ્ટીએ ભારત દરેક પલગા પર નજર રાખી રહ્યું છે.
કેટલાક દિવસો પહેલા ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પૂર્વી લદ્દાખ અને સિક્કિમના નાકૂ લા સેક્ટરમાં આમનો-સામનો થઇ ચૂક્યો છે. જે બાદ બંને દેશોની વચ્ચે તણાવની સ્થિતિ છે. ન માત્ર લદ્દાખ પરંતુ ગત એક મહીનામાં ચીન અને ભારત વચ્ચે ત્રણ ક્ષેત્રોમાં તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. વેસ્ટ સેક્ટરમાં લદ્દાખ, ઇસ્ટર્ન સેક્ટરમાં નોર્થ સિક્કિમ અને ઉત્તરાખંડની પાસે બંને દેશ આમને-સામે છે.
હાલમાં જ 5,000થી વધારે ચીની સૈનિક વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર આવી ગયા છે. બંને દેશોના સૈનિક વચ્ચે ટકરાવ આ મહીનાના પહેલા સપ્તાહમાં 5-6 મેની આસપાસ શરૂ થયો હતો અને આ સ્થિતિ સિક્કિમ સુધી બની હતી.