કોરોનાને કારણે સોનાના ભાવમાં તેજી ઉછાળો જોવા મળ્યો છે. તેની કિંમત 50 હજારની સપાટી વટાવી ગઈ છે. જે લોકો સોનામાં ઈન્વેસ્ટ કરે છે તોએ તેને રોકડમાં કન્વર્ડ કરી રહ્યા છે. જેઓ નાની લોન લે છે તેમના માટે પણ આ સુવર્ણ તક છે. એક તરફ બેંકોએ નાના વેપારીઓ માટે લોન આપવાની મનાઈ કરી છે. બીજી તરફ ગોલ્ડ પર લોન આપનારી કંપનીઓ ગ્રાહકોને આવકારી રહી છે. હવે નાના અને મધ્યમ વેપારી ઘરમાં પડેલા સોના પર લોન લઈ શકે છે.
ગોલ્ડ લોન એપ્લિકેશનમાં રોજનો 30-35 ટકા વધારો
20 લાખ લોકોએ 9 000 કરોડની ગોલ્ડ લોન લીધી છે
સોનાનો 10 ગ્રામનો ભાવ 50 418 થયો હતો
એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે ગોલ્ડ લોનની અરજીમાં રોજના 30-35 ટકા વધારો થયો છે. મુથૂટ ફિનકૉપ અને મુથૂટ ફાઈનાન્સમાં મિલકતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મુથૂટ ફિનકૉપના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન જોન મુથૂટે જણાવ્યું છે કે સોનાના ભાવમાં વધારો થયા લોન લેનારને ઘણો ફાયદો થયો છે. જેથી તેઓ વધારે લોન લઈ શકે છે.
લોકડાઉન બાદ લોકો ગોલ્ડ લોન પર વળ્યા છે. 3 મહિનામાં લગભગ 20 લાખ લોકોએ 9 000 કરોડની ગોલ્ડ લોન લીધી છે.
હાલના બજારની ડિમાન્ડને કારણે સટ્ટોડિયાઓએ કરેલા નવા સૌદાને કારણે રિટેલ ભાવમાં વધારો થયો છે. ગુરુવારે સોનાના ભાવમાં 340નો ઉછાળો થતા સોનાનો 10 ગ્રામનો ભાવ 50 418 થયો હતો.