High Court rejects application for counting of votes on the same day gujarat
ગુજરાત /
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર : હાઇકોર્ટે ફગાવી એક જ દિવસે મતગણતરી કરવાની અરજી
Team VTV11:59 AM, 19 Feb 21
| Updated: 12:49 PM, 19 Feb 21
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર : એક જ દિવસે મતગણતરી કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર
એક જ દિવસે નહીં થાય મતગણતરી
પાલિકા, પંચાયતની મતગણતરી એક જ દિવસે કરવાની માંગ હતી
હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હાઇકોર્ટ દ્વારા એક જ દિવસે મહાપાલિકાઓ તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરી કરવાની અરજી ફગાવી દેવામાં આવી છે.
મહાપાલિકા, નગરપાલિકા, પંચાયતની મતગણતરી એક જ દિવસે કરવાની હતી માંગ
નોંધનીય છે કે આ ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ મતગણતરીની તારીખોને લઈને ખૂબ મોટો વિવાદ સામે આવ્યો હતો. જેને લઈને વારંવાર ભારતીય જનતા પાર્ટી પર પણ આરોપ લગાવવામાં આવ્યા હતા. આ વિવાદને લઈને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે ફગાવી દેવામાં આવી છે. અરજીમાં મહાપાલિકા, નગરપાલિકા, પંચાયતની મતગણતરી એક જ દિવસે કરવાની માંગ કરવામાં આવી હતી.
અરજી ટકવાપાત્ર નથી તેવી ચૂંટણીપંચે કરી હતી રજૂઆત
આજે ચૂંટણીપંચ દ્વારા પણ ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. ચૂંટણીપંચે 303 પાનાનું સોગંદનામું આપીને કહ્યું હતું કે આ અરજી ટકવાપાત્ર નથી. ચૂંટણીપંચે કહ્યું હતું કે આ પ્રકારની મતગણતરીથી બંધારણીય હકને નુકસાન નથી.