બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટનો મોટો નિર્ણય, તમામ પીડિતોને વળતર ચૂકવવા આદેશ
Last Updated: 11:46 PM, 29 November 2024
વડોદરા ગોઝારા હરણીકાંડની સુનાવણીમાં હાઇકોર્ટે મોટો આદેશ આપ્યો છે. વડોદરા હરણીબોટકાંડના પીડિતોની અરજીની સુનાવણી ચાલી રહી હતી. જે દરમિયાન હાઇકોર્ટે પીડિતોની અરજી પર ભોગ બનનાર પરિવારજનોને વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
ADVERTISEMENT
હરણી બોટકાંડ કેસમાં મોટો નિર્ણય
ADVERTISEMENT
વળતરની રકમ જેના પર બેદરકારીનો આરોપ છે તેવા કોટિયા પ્રોજેક્ટ્સના માલિકોને ચૂકવવા આદેશ કરાયો છે. હાઇકોર્ટે આ માટે વડોદરાના કલેક્ટરને હરણી બોટકાંડનો ભોગ બનેલા પીડિતોની તમામ વિગતો રજૂ કરવા આદેશ કર્યો છે. મોટર વ્હિકલ એક્ટ હેઠળ પીડિત પરિવારોને વળતર ચૂકવવાના આદેશ કરાયો છે. જો કે સમગ્ર ઘટનામાં કલેક્ટર દ્વારા પીડિતોની વિગતો અપાયા બાદ વળતરની રકમ નક્કી કરાશે તેમજ 8 અઠવાડિયા બાદ વધુ સુનાવણી હાથ ધરાશે.
આ પણ વાંચો: લંપટ શિક્ષકની કાળી કરતૂત, નવમાં ધોરણની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરી આપી ધમકી
સમગ્ર ઘટના શું હતી
વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ પર આવેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલનાં બાળકો તેમજ શિક્ષકો હરણી તળાવ ખાતે બોટમાં બેસી ફરી રહ્યા હતા. તે દરમ્યાન હોડી પલ્ટી મારી જતા 12 બાળકો તેમજ 2 શિક્ષકોનાં મોત નિપજ્યા હતા. જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા. તેમજ બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.