બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગણેશ ઉત્સવ પર લાઉડસ્પીકર વગાડવું હાનિકારક તો ઈદ પર પણ તે ખોટું: HC

ન્યાયની વાત / ગણેશ ઉત્સવ પર લાઉડસ્પીકર વગાડવું હાનિકારક તો ઈદ પર પણ તે ખોટું: HC

Last Updated: 07:02 PM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાય અને ન્યાયમુતી અમિત બોરકરની ખંડપીઠે ઈદ-મિલાદ-ઉન-નબીના જુલુસોમાં 'ડીજે', 'લેસર લાઇટ' વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ લગાડવા માટેની અનેક જનહિત યાચિકાની સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી કરી.

મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાય અને ન્યાયમુતી અમિત બોરકરની ખંડપીઠે ઈદ-મિલાદ-ઉન-નબીના જુલુસોમાં 'ડીજે', 'લેસર લાઇટ' વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ લગાડવા માટેની અનેક જનહિત યાચિકાની સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી કરી.

જનહિત યાચિકાની સુનાવણી દરમ્યાન ટિપ્પણી

બોમ્બે હાઈ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે જો ગણેશ ઉત્સવ દરમ્યાન એક સ્તરથી વધુ તીવ્ર અવાજમાં લાઉડસ્પીકર વગાડવું હાનિકારક છે, તો પછી ઈદ દરમિયાન પણ તેની સમાન અસર થાય છે. કોર્ટે કહ્યું કે ગણેશ ઉત્સવની જેમ જ લાઉડસ્પીકરની તીવ્રતા ઈદ-મિલાદ-ઉન-નબીના જુલુસોમાં પણ ખોટી છે. મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાય અને ન્યાયમુતી અમિત બોરકરની ખંડપીઠે ઈદ-મિલાદ-ઉન-નબીના જુલુસોમાં 'ડીજે', 'લેસર લાઇટ' વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ લગાડવા માટેની અનેક જનહિત યાચિકાની સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી કરી.

જનહિત યાચિકાઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે ન તો કુરાન અને ન તો હદીસ (ધાર્મિક પુસ્તકો)માં ડિજે સિસ્ટમ અને લેસર લાઇટના ઉપયોગનો ઉલ્લેખ છે. પીઠે ગણેશ ઉત્સવની બરાબર પહેલા ગત મહિને પારિત થયેલા આદેશનો ઉલ્લેખ કર્યો, જેમાં ઉત્સવો દરમિયાન ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ નિયમ, 2000 હેઠળ નોંધાયેલ મર્યાદા કરતા વધુ અવાજવાળાની ધ્વનિ પદ્ધતિઓ અને લાઉડસ્પીકરોના ઉપયોગ પર પ્રતિબંધ લગાડવા પર ભાર આપવામાં આવ્યો હતો.

...તો ઈદ પર પણ હાનિકારક છેઃ હાઇકોર્ટ

યાચિકાકર્તાઓના વકીલ ઓવૈસ પેચકરે કોર્ટે પોતાનાં પૂર્વેના આદેશમાં ઈદને પણ સામેલ કરવાની અપીલ કરી, જેમાં પીઠે કહ્યું કે તેની જરૂર નથી કારણ કે આદેશમાં 'જાહેર ઉત્સવ'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્ટે યાચિકાઓનો નિપટારા કરતા જણાવ્યું, ‘જો આ ગણેશ ચતુર્થીના પ્રસંગે હાનિકારક છે તો ઈદ પર પણ હાનિકારક છે.’ લેસર લાઇટના ઉપયોગ પર પીઠે યાચિકાકર્તાઓને કહ્યું કે તેઓ માનવ પર એવા પ્રકાશની હાનિકારક અસર અંગે વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરે.

તમે સંશોધન કેમ ન કર્યું? : હાઇકોર્ટ

પીઠે કહ્યું કે એવી યાચિકાઓ દાખલ કરતા પહેલા યોગ્ય સંશોધન કરવું જોઈએ. ન્યાયાધીશોએ કહ્યું, ‘તમે સંશોધન કેમ ન કર્યું? જયાં સુધી વૈજ્ઞાનિક રીતે સાબિત ન થાય કે આ માનવને નુકસાન કરે છે, ત્યાં સુધી અમે આવાં મુદ્દે કેવી રીતે નિર્ણય લઈ શકીએ?’ બેંચે જણાવ્યું કે યાચિકાકર્તાઓને અસરકારક આદેશ આપવાના હેતુએ કોર્ટે મદદ કરવી જોઈએ. ઉચ્ચ ન્યાયાલયે કહ્યું, 'આ જ સમસ્યા છે. જનહિત યાચિકા દાખલ કરતા પહેલા તમારે મૂળભૂત સંશોધન કરવું જોઈએ. તમારે અસરકારક નિર્દેશ આપવાના મામલામાં કોર્ટની મદદ કરવી જોઈએ. અમે નિષ્ણાત નથી. અમને લેસરના 'એલ' વિશે પણ માહિતી નથી.'

આ પણ વાંચોઃ ગણપતિને જકડીને બેસી ગઈ નાની દીકરી, વિસર્જન ન કરવાની જીદ, આસુડાં ટપકાવતો વીડિયો

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Eid Loud Speaker Ganesh Utsav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ