હાઈ કોલેસ્ટ્રોલ આજના સમયમાં ખૂબ સામાન્ય સમસ્યા છે અને ઘણા લોકોમાં આ સમસ્યા હોય છે. કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી હાર્ટની બિમારી અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
પગમાં દેખાય છે હાઈ કોલેસ્ટ્રોલના આ સંકેત
કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી હાર્ટની બિમારીનુ વધે છે જોખમ
સમય પ્રમાણે કોલેસ્ટ્રોલની તપાસ પણ કરાવવી જોઈએ
હાઈ કોલેસ્ટ્રોલ વાળા દર્દીઓની સંખ્યા વધુ
2018ના એક રિપોર્ટ મુજબ દેશમાં કાર્ડિયોવસ્કુલર રોગથી મરનારા લોકોના દરમાં 34 ટકાનો વધારો થયો હતો. મૃત્યુ દર 155.7 ટકાથી વધીને 209.19 ટકા થયો હતો. જે લોકોના મોત થયા હતા. તેમાં હાઈ કોલેસ્ટ્રોલ વાળા દર્દીઓની સંખ્યા વધુ હતી. હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે માત્ર સારા ડાયટની સાથે-સાથે સમય પ્રમાણે કોલેસ્ટ્રોલની તપાસ પણ કરાવવી પડે છે. જો સમય પ્રમાણે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરી શકે અથવા હેલ્થ રિસ્કને ઘટાડી શકે. હાલમાં એક નિષ્ણાંતે હાઈ કોલેસ્ટ્રોલના અમુક લક્ષણો જણાવ્યાં છે, જે પગમાં દેખાય છે. આ લક્ષણોની અવગણના કરવાની ભૂલ બિલ્કુલ ના કરવી જોઈએ. જો તમને પણ આ લક્ષણો દેખાય છે તો તબીબનો તાત્કાલિક સંપર્ક કરો.
કોલેસ્ટ્રોલ શું છે?
કોલેસ્ટ્રોલ એક મોમ જેવો પદાર્થ હોય છે, જે લિવરમાં બને છે. આ બે પ્રકારના હોય છે. સારું કોલેસ્ટ્રોલ એટલેકે હાઈ ડેન્ટિસિટી લિપોપ્રોટીન અને લો ડેન્ટિસિટી લિપોપ્રોટીન એટલેકે ખરાબ કોલેસ્ટ્રોલ. એલડીએલ કોલેસ્ટ્રોલ શરીર માટે ખતરનાક હોય છે. જે વધવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. ડૉકટર દ્વારા હાઈ કોલેસ્ટ્રોલની માત્રા વધવાની સ્થિતિ જોઇને સારવાર કરી શકાય છે.
સ્વસ્થ વ્યક્તિ માટે કોલેસ્ટ્રોલની માત્રા
કુલ કોલેસ્ટ્રોલ: 200-239 mg/dlથી ઓછુ
HDL: 60 mg/dlથી વધુ
LDL: 100 mg/dlથી ઓછુ
પગમાં દેખાય છે હાઈ કોલેસ્ટ્રોલના આ લક્ષણ
ઓલિયો લુસોમાં મેડિકલ ડાયરેક્ટર ડૉકટર મોનિકા વાસરમેન મુજબ સામાન્ય રીતે હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણો ત્યાં સુધી દેખાતા નથી જ્યાં સુધી સ્થિતિ ખતરનાક ના થઇ જાય. હાઈ કોલેસ્ટ્રોલ લેવલની ઓળખ કરવા માટે બ્લડ ટેસ્ટ કરાવવાનો હોય છે. જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલનુ લેવલ વધુ હોય છે તો પગમાં અમુક લક્ષણો જોવા મળે છે.