બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / high blood pressure or hypertension plant based diet to get rid best foods for control health tips

Health Tips / વગર દવાઓએ કંટ્રોલ થશે હાઈ બ્લડ પ્રેશર, આ છે સૌથી સસ્તી અને સરળ રીત

Arohi

Last Updated: 04:16 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો ખાસ ધ્યાન આપો. કારણ કે તેના માટે હવે તમારે ગોળીઓ પણ ખાવાની જરૂર નથી.

  • બીપીના દર્દી ધ્યાન આપો 
  • નહીં ખાવી પડે દવાઓ 
  • બસ કરો આ ફેરફાર 

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નબળા આહાર અને તણાવને કારણે મોટાભાગના લોકો હાઈ બ્લડ પ્રેશરના શિકાર બની રહ્યા છે. બ્લડ પ્રેશરના પ્રાથમિક લક્ષણો હળવા હોય છે. પરંતુ સમય જતાં આ લક્ષણો વધવા લાગે છે. જો આ રોગની યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો કિડની, લીવર, હાર્ટ, બ્રેઈન સ્ટ્રોક જેવી અનેક ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે.

પ્લાન્ટ બેસ્ડ હાયેટથી બીપી નિયંત્રણમાં રહેશે
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આશ્ચર્યજનક રીતે, આમાંથી લગભગ અડધા લોકો જાણતા ન હતા કે તેમને આ રોગ છે. 

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બ્લડ પ્રેશરમાં વધારો એ વૃદ્ધાવસ્થા સાથે સંબંધિત નથી. બીપીને સંતુલિત રાખવા માટે પ્લાન્ટ બેસ્ડ હાયેટ લેવાની સલાહ આપવામાં આવે છે. જોકે જેમને નોન-વેજ ખાવાની ઈચ્છા હોય તેઓ ક્યારેક ક્યારેક ખાઈ શકે છે. મર્યાદિત માત્રામાં માંસાહારી અને પ્લાન્ટ બેસ્ડ હાયેટ બ્લડ પ્રેશરને 110/70 ડીએલ પર રાખવામાં મદદ કરી શકે છે.

જરૂર કરતા વધારે નોનવેજ ખાવાથી થશે મુશ્કેલીઓ 
એવું માનવામાં આવે છે કે જો તમે નોન-વેજનું સેવન વધુ કરો છો, તો તમારું બ્લડ પ્રેશર વધી શકે છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે સંશોધન કરવામાં આવ્યું હતું. 

આ દરમિયાન જાણવા મળ્યું કે આ વિદ્યાર્થીઓ નોનવેજનું વધુ સેવન કરતા હતા, ત્યારબાદ નોનવેજને તેમના ડાયટમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. આમ કરવાથી તેમનું બ્લડ પ્રેશર સામાન્ય થઈ ગયું છે. આમાંના મોટાભાગના લોકો બીપીની દવાઓ લેતા હતા. પરંતુ હવે તેઓને આ દવાઓ લેવાની જરૂર પણ લાગતી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

High blood pressure hypertension plant based diet દવાઓ હાઈ બ્લડ પ્રેશર high blood pressure
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ