બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / high blood pressure hbp hypertension control by black pepper know how to use

ઘરગથ્થુ ઉપચાર / તમારા ઘરના રસોડાની આ વસ્તુ રાખશે બ્લડ પ્રેશર કંટ્રોલમાં, આ રીતે કરો ઉપયોગ, પછી જુઓ ફાયદો

Last Updated: 04:32 PM, 9 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદલાતી જીવનશૈલીને પગલે મોટાભાગના લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે. એવામાં હાઈ બીપીને કંટ્રોલમાં રાખવા માટે તમામ પદ્ધતિ અપનાવી રહેલા લોકો માટે કાળા મરી પણ ફાયદાકારક છે. કાળા મરીનો ઉપયોગ કરીને તમે બ્લડ પ્રેશર કંટ્રોલમાં લાવી શકો છો.

  • હાઈ બીપીને કંટ્રોલમાં રાખવા કાળા મરીનું સેવન ફાયદાકારક
  • કાળા મરીનો કેટલો ઉપયોગ કરશો તો બીપી રહેશે નિયંત્રણમાં
  • કાળા મરીના સેવનથી કોલેસ્ટ્રોલ પણ રહેશે નિયંત્રણમાં

આ ઘરગથ્થુ ઉપચાર છે, પરંતુ તેના ફાયદાથી તમે તમારી હેલ્થને ફીટ રાખી શકો છો. તો આવો જાણીએ કે કેવીરીતે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો અને આ સિવાય બીજા કયા-કયા ફાયદા છે. 

કાળા મરીનો કરો આ રીતે ઉપયોગ

કહેવામાં આવે છે કે બ્લડ પ્રેશર હાઈ થવાથી 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી કાળા મરીનો પાઉડર નાખીને પીવો. તો તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જશે. આ ઉપરાંત તમે 2 કાળા મરીને પીસીને 1 ગ્લાસ પાણીમાં પી શકો છો. ઉલ્લેખનીય છે કે કાળા મરીમાં રહેલ પાઈપરાઈન દવાની જેમ કામ કરે છે. 

કાળા મરીના સેવનથી થશે આ ફાયદા

  1. બ્લડ પ્રેશર કંટ્રોલ કર્યા સિવાય તમારા હાર્ટ માટે પણ ફાયદાકારક છે. જેનાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.
  2. વજન ઘટાડવામાં પણ કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે. જેનુ સેવન તમે શાકભાજી અથવા ભાતમાં નાખીને ઉપયોગ કરી શકો છો.
  3. કબજીયાત અને અપચામાં પણ કાળા મરી ફાયદાકારક છે. એટલેકે જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય છે, એવા લોકોએ તેનુ સેવન આવશ્ય કરવુ જોઈએ.
  4. તણાવ દૂર કરવા માટે પણ તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો.
  5. અસ્થમા અને પાઈલ્સમાં પણ કાળા મરીનો ઉપયોગ વધુ લાભકારક છે. એટલેકે નાનામાં નાના દેખાતા કાળા મરીના અઢળક ફાયદા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Black Pepper High blood pressure blood pressure હાઈ બીપી high blood pressure
Premal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ