ગુજરાત માર્ગે આતંકીઓ ઘૂસણખોરી કરે તેવા સંકેત, કચ્છના પોર્ટ પર સુરક્ષા એજન્સીઓનું હાઇ અલર્ટ

By : hiren joshi 07:47 PM, 07 October 2018 | Updated : 07:47 PM, 07 October 2018
કચ્છ: દેશમાં આતંકી હુમલાની દહેશતના ઈનપુટ ગુપ્તચર એજન્સીઓને મળ્યા છે. બીજી તરફ 26-11 વરસી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાત માર્ગે આતંકીઓ ઘૂસણખોરી કરી શકે છે એવા એલર્ટ ગુપ્તચર એજન્સીને મળ્યા છે.

જેના પગલે કચ્છના બે મહત્વના પોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. ગઈ કાલથી જ વિવિધ એજન્સીઓ ગુપ્ત રીતે આ મામલે કામકાજમાં વ્યસ્ત છે. પરંતુ આજે કંડલા અને મુન્દ્રા જેવા મહત્વના બંદરો પણ ખાસ પોઈન્ટ ઉભા કરી એજન્સીઓએ ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધર્યું છે.

કંડલા પોર્ટ તરફ આવતા જતા વાહનો અને વ્યક્તિઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મરિન પોલીસ કોસ્ટગાર્ડ અને ગુપ્તચર એજન્સીઓના સુરક્ષા જવાનો તેમાં જોડાયા હતા. એટલું જ નહીં આતંકી હુમલા અને ઘૂસણખોરીના એલર્ટ સાથે પરપ્રાંતીયો પરહિંસાના મામલે પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયુ છે.

જો કે, ગુપ્તચરના સુત્રો આ એલર્ટને રૂટિન માની રહ્યા છે. પરંતુ તેઓ કોઈ ચાન્સ લેવા માગતા ના હોઈ નાનામાં નાની વિગતો પર કામ કરી રહ્યા છે. તો તહેવારો સુધી સતત આ કામગીરી ચાલે એવી શક્યતા સુત્રોએ વ્યક્ત કરી છે.Recent Story

Popular Story