બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Hi bond Cement Company Three workers died Gondal

મોટી દુર્ઘટના / ગોંડલમાં હાઈબોન્ડ સિમેન્ટ કંપનીમાં વેલ્ડિંગની કામગીરી સમયે થયો અકસ્માત, 3 કામદારના નિપજ્યા મોત

Hiren

Last Updated: 11:07 AM, 25 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલ નજીક આવેલી હાઈબોન્ડ સિમેન્ટ કંપનીમાં ટેન્ક ફાટતા મોટી દુર્ઘટના બની છે. આ અકસ્માતમાં 3 કામદારના મોત નિપજ્યા છે.

  • ગોંડલમાં સિમેન્ટ ફેકટરીમાં મોટી દુર્ધટના
  • હાઇબોન્ડ સિમેન્ટ કંપનીમાં 3 કામદારના નિપજ્યા મોત 
  • પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા 

ગોંડલ-જેતપુર હાઈવે ગોમટા ચોકડી નજીક આવેલ હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત સર્જાતા ફેક્ટરીના આશિષ સોલંકી(ઉ.25 - દેવલપુર, ગીર સોમનાથ), રાહુલ પંપાણિયા(ઉં. 22 -સુત્રાપાડા) અને અમર વિશ્વકર્મા(ઉં. 33 - ઉત્તરપ્રદેશ)નું મોત નિપજ્યું હતું.  નાઇટ શિફ્ટમાં કામ કરી રહ્યા હતા. આજે વહેલી સવારે 15થી 20 હજાર લીટરની ક્ષમતાવાળી જ્વલનશીલ પ્રવાહી ભરેલી ટાંકી પાસે વેલ્ડીંગ કરી રહ્યા હતા. આ સમયે દુર્ઘટના બની હતી અને ત્રણેયના મૃત્યુ થયા હતા. ત્રણેય યુવકો કંપનીની લેબર કોલોની ખાતે ક્વાર્ટરમાં રહેતા હતા.

ઘટનાની જાણ થતા ગોંડલ તાલુકા પીએસઆઈ એસજી કેશવાલા અને હેડ કોન્સ્ટેબલ પીબી વાલાણી દોડી આવ્યા હતા. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણેય યુવાનો વહેલી સવારે 4 વાગ્યે કેમિકલની બેંકમાં વેલ્ડીંગ કામ કરી રહ્યા હતા અને આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું અને અને જ્યારે અન્ય 2 કામદાર યુવાનોને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. આ દરમિયાન એકનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું અને ત્રીજા યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે ત્રણયે યુવકોના પરિવારજનોનો સંપર્ક સાધવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Gondal Hi bond Cement ગોંડલ હાઈબોન્ડ સિમેન્ટ Gondal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ