બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / યુદ્ધ બન્યું વધુ ઘાતક! ઈઝરાયલ પર હમાસે કરી એર સ્ટ્રાઈક, 140 રોકેટ છોડ્યા

ઈઝરાયલ-હમાસ યુદ્ધ / યુદ્ધ બન્યું વધુ ઘાતક! ઈઝરાયલ પર હમાસે કરી એર સ્ટ્રાઈક, 140 રોકેટ છોડ્યા

Last Updated: 07:20 PM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hezbollah Attack On Israel Latest News : હિઝબુલ્લાએ શુક્રવારે ઉત્તરી ઇઝરાયેલ પર 140 રોકેટ છોડ્યા, આતંકવાદી જૂથના નેતા હસન નસરાલ્લાહે બોમ્બ વિસ્ફોટ માટે ઇઝરાયેલ પાસેથી બદલો લેવાની પ્રતિજ્ઞા લીધાના એક દિવસ બાદ આ હુમલો થયો

Hezbollah Attack On Israel : લેબનીઝ રાજધાનીમાં છેલ્લા બે દિવસ દરમિયાન પેજર બ્લાસ્ટ અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાં બ્લાસ્ટ થયા બાદ હિઝબુલ્લાહ પણ એક્શનમાં આવી ગયું છે. એક અહેવાલ મુજબ હિઝબુલ્લાએ શુક્રવારે (20 સપ્ટેમ્બર 2024) ઉત્તરી ઇઝરાયેલ પર 140 રોકેટ છોડ્યા હતા. આતંકવાદી જૂથના નેતા હસન નસરાલ્લાહે બોમ્બ વિસ્ફોટ માટે ઇઝરાયેલ પાસેથી બદલો લેવાની પ્રતિજ્ઞા લીધાના એક દિવસ બાદ આ હુમલો થયો છે. ઇઝરાયેલની સેના અને આતંકવાદી જૂથે આ માહિતી આપી હતી. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે, શુક્રવારે બપોરે ત્રણ વખત રોકેટ છોડવામાં આવ્યા હતા જે લેબનોન સરહદને અડીને આવેલા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ઘણા હવાઈ સંરક્ષણ મથકોને નિશાન બનાવાયા

અહેવાલ મુજબ હિઝબુલ્લાએ કહ્યું કે, તેણે કટ્યુષા રોકેટ વડે સરહદ પરના ઘણા સ્થળોને નિશાન બનાવ્યા હતા જેમાં ઘણા હવાઈ સંરક્ષણ થાણા અને ઈઝરાયેલી સશસ્ત્ર બ્રિગેડના મુખ્યાલયનો સમાવેશ થાય છે જેના પર તેણે પ્રથમ વખત હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહે કહ્યું કે, આ રોકેટ દક્ષિણ લેબનોનમાં ગામડાઓ અને ઘરો પર ઇઝરાયલી હુમલાનો જવાબ છે. હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહે ગુરુવારે (સપ્ટેમ્બર 19) ઇઝરાયેલ પર દૈનિક હુમલા ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. જોકે, હિઝબુલ્લાએ સ્પષ્ટ કહ્યું છે કે જો ગાઝામાં યુદ્ધવિરામ થશે તો તેઓ ઈઝરાયેલ પર હુમલા બંધ કરશે.

વધુ વાંચો : ઈઝરાયલે રાખ્યો યુદ્ધને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ, હમાસના જવાબથી મામલો વધુ બીચક્યો

હિઝબુલ્લાહના ઘણા લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો

અગાઉ બેરૂતમાં પેજર અને વાયરલેસ ઉપકરણો (વોકી-ટોકી)માં વિસ્ફોટને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારબાદ હિઝબુલ્લાહ ચીફ લેબનોનના લોકોને સંબોધિત કરી રહ્યા હતા. હિઝબોલ્લાહ ચીફનું ભાષણ પૂરું થતાંની સાથે જ ઇઝરાયેલે ફરી હિઝબુલ્લાના સ્થાનોને નિશાન બનાવીને હવાઈ હુમલા શરૂ કર્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hezbollah Israel Lebanon
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ