બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / KBC 16 Juniorમાં ચોધાર આંસુએ રડી અમદાવાદની હેતી પટેલ, પછી બચ્ચને જે કર્યું તે જોઇને ચોંકી જશો
Last Updated: 02:41 PM, 14 November 2024
ADVERTISEMENT
કૌન બનેગા કરોપતિ 16 જુનિયરમાં કન્ટેસ્ટન્ટ તરીકે આવેલી એક દીકરીના કારણે અમિતાભ બચ્ચન પણ ઈમોશનલ થઈ ગયા હતા. હેતી પટેલ નામની આ ગુજરાતી છોકરી જેવી જ હોટ સીટ પર બેસી એવી જ રડવા લાગી હતી. ત્યારે બચ્ચને પૂછ્યું કે શું થયું ત્યારે તેને કહ્યું કે, હું મારા ભાઈની સૌથી બેસ્ટ ફ્રેન્ડ છું. મારા સિવાય તેનું કોઈ ફ્રેન્ડ નથી. જ્યારે બચ્ચને પૂછ્યું કે આવું કેમ છે ત્યારે જાણવા મળ્યું કે, તેનો ભાઈ દિવ્યાંગ છે. જેથી ત્યાં માહોલ ઈમોશનલ થઈ ગયો હતો.
ADVERTISEMENT
હેતીએ કહ્યું હતું કે, "તેનો ભાઈ પ્રથમ તેનો બેસ્ટ ફ્રેન્ડ છે. તે સ્પેશિયલ ચાઈલ્ડ છે તેથી તેની સાથે કોઈ રમવાનું પસંદ નથી કરતું. તે જ તેના ભાઈ સાથે રમે છે, તેને ભણાવે છે અને તેની સંભાળ રાખે છે." હેતીએ આગળ કહ્યું કે "હું ઈચ્છું છું કે મારા ભાઈના ઘણા બધા મિત્રો હોય, પરંતુ મારો ભાઈ અનોખો છે તેથી બધા તેને ઈગ્નોર કરે છે" આમ કહીને તે રડવા લાગી હતી.
આથી હેતીને રડતી જોઈને અમિતાભ બચ્ચનનું હૃદય પણ દ્રવી ઉઠ્યું અને તેઓ તરત જ પોતાની ખુરશી પરથી ઉભા થઈને હેતી પાસે ગયા. તેમને ટિશ્યુ પેપર આગળ ધર્યું ત્યારે હેતીએ તેને લેવા હાથ લંબાવ્યો પરંતુ બિગ બીએ કહ્યું "ના, હું મારા હાથથી જ આંસુ લૂછીશ". બચ્ચનનો આ અભિગમ ચાહકોને પણ ખૂબ પસંદ આવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્ટર માથે બીજી આફત / સૈફ અલી ખાનને 15 હજાર કરોડનો ઝટકો! સાજો થઈને ઘેર આવતાં જ મળ્યાં ખરાબ સમાચાર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT