બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / 2024માં મહિલાઓ માટે આશીર્વાદ બનીને આવી આ યોજનાઓ, દર મહિને થઇ રહ્યો છે આટલો ફાયદો
Last Updated: 12:10 PM, 30 November 2024
ADVERTISEMENT
ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં મહિલાઓ માટે વિશેષ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ વર્ષે કેન્દ્ર સરકાર સિવાય રાજ્ય સરકારોએ પણ મહિલાઓ માટે યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાથી મહિલાઓ સહાય મળી રહી છે. આજે આપણે તે યોજના વિશે જાણીશું, જે મહિલાઓને આત્મનિર્ભર કરવા મદદ કરી રહી છે.
ADVERTISEMENT
આ યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં નવેમ્બર 2024 સુધી એના માટે અરજી કરી શકાશે. આ યોજના હેઠળ મહારાષ્ટ્રની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે. તેના માટે મહિલાઓની ઉંમર 21 વર્ષથી 65 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આ યોજનાનો લાભ પરિણીત, અપરિણીત, છૂટાછેડા લીધેલ અને નિરાધાર મહિલાઓ મેળવી શકે છે.
સુભદ્રા યોજનાને ઓડિશા સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ સરકાર મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયા આપવામાં આવશે. તે રકમ બે હપ્તામાં આપવામાં આવશે. આ સિવાય પાંચ વર્ષ બાદ આ યોજનાનો લાભ મેળવનાર દરેક મહિલાને 50 હજાર રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે. આ રકમ સીધી મહિલાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે અંતર્ગત સુભદ્રા ડેબિટ કાર્ડ પણ ઉપલબ્ધ કરાશે. જેમાં 21 વર્ષથી 60 વર્ષની મહિલાઓ અરજી કરી શકશે.
આ યોજનાનો હેતુ મહિલાઓમાં બચતની આદત વિકસાવવાનો હતો. આ યોજના હેઠળ મહિલાઓ 1000 થી 2 લાખ રૂપિયા જમા કરાવી શકે છે. સરકાર આ રકમ પર 7.5 ટકા (15 હજાર)ના દરે વાર્ષિક વ્યાજ આપે છે. મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનાનો મેચ્યોરિટી પીરિયડ 2 વર્ષનો રાખવામાં આવ્યો છે. આ યોજનામાં કોઈપણ મહિલા ખાતું ખોલાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.