સરકારના આ નિર્ણયથી ખૂબ જ સસ્તા થઇ જશે Hero, Bajaj અને Tvs ના Bikes

By : krupamehta 05:07 PM, 11 January 2019 | Updated : 05:07 PM, 11 January 2019
ભારતની મોટી ટૂ વ્હીલર વાહન નિર્માતા કંપનીઓએ મોટરસાઇકલો પરથી જીએસટી ઘટાડવા માટે સરકાર પાસે માગણી કરી છે. જો સરકાર આ કંપનીઓની ડિમાન્ડ માની લે છે તો બાઇક્સની કિંમતોમાં ઘણો ઘટાડો થઇ શકે છે અને ત્યારબાદ ગ્રાહકોને ઓછી કિંમતમાં બાઇક મળવાનું શરૂ થઇ જશે. 

વર્તમાનમાં ટૂ વ્હીલર્સ પર 28 ટકા જીએસટી લાગે છે. જો સરકાર આ ટેક્સને ઓછો કરે છે તો વાહનોની કિંમતમાં 10 ટકા અસર થશે, ત્યારબાદ વાહનોની કિંમતમાં લગભગ 10 ટકાનો ઘટાડો થઇ જશે. 

ઓટોમોબાઇલ કંપનીઓએ કહ્યું કે ટૂ વ્હીલર્સ સામાન્ય ઉપયોગની વસ્તુ છે, જેને લક્ઝરી ગુડ્સમાં ગણી શકાય નહીં. સાધારણ લોકો માટે ટૂ વ્હીલર્સ ખૂબ જરૂરી છે અને એને જોતા સરકારે આ વાહનો પરથી જીએસટી ઘટાડવાને લઇને ફરીથી વિચાર કરવો જોઇએ. આ વાહનો પરથી જીએસટી ઘટાડીને 28 થી 18 ટકા કરી દેવો જોઇએ. 

Tvs Sports
એન્જીન અને પાવરની વાત કરીએ તો ટીવીએસ સ્પોર્ટ્સમાં 109.15 સીસીનો સિંગલ સિલેન્ડર એન્જીન આપવામાં આવ્યું છે. જે 8.97 બીએચપીનો પાવર અને 9 ન્યૂટનનો ટાર્ક જનરેટ કરે છે. કિંમતની વાત કરીએ તો આ બાઇકની એક્સ શોરૂમ કિંમત લગભગ વ37,580 રૂપિયા છે. 

Hero Splendor Pro 
એન્જીન અને પાવરની વાત કરીએ તો હીરો સ્પ્લેન્ડર પ્રો માં 97.2 સીસીનો સિંગલ સિલેન્ડર એન્જીન આપવામાં આવ્યું છે જે 6.15 કેડબ્લ્યૂનો પાવર અને 082 કેજી એમનો ટાર્ક જનરેટ કરે છે. કિંમતની વાત કરીએ તો આ બાઇકની એક્સ શોરૂમ કિંમત લગભગ 47,725 રૂપિયા છે. 

Bajaj Platina
એન્જીન અને પાવરની વાત કરીએ તો બજાજ પ્લેટિનામાં 99.7 સીસીનો સિંગલ સિલેન્ડર આપવામાં આવ્યો છે. જે 74.2 બીએચપીનો પાવર અને 7.8 ન્યૂટન મીટરનો ટાર્ક જનરેટ કરે છે. કિંમતની વાત કરીએ તો આ બાઇકની એક્સ શોરૂમ કિંમત લગભગ 43,193 રૂપિયા છે. Recent Story

Popular Story