બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / HERO BIKE PRICE HIKES BY 1.5 PERCENT FROM 3 JULY
Vaidehi
Last Updated: 03:10 PM, 1 July 2023
ADVERTISEMENT
દેશમાં સૌથી વધુ વેંચાતા ટૂ-વ્હીલરની કંપની હીરો મોટોકોર્પની બાઈક્સ અને સ્કૂટર ખરીદવું હવે મોંઘુ પડશે. કંપનીએ ઘોષણા કરી છે કે 3 જૂલાઈ 2023થી તે પોતાની મોટરસાયકલ અને સ્કૂટર રેંજની કિંમતોને અપડેટ કરશે. જાણકારી અનુસાર કંપની પોતાના વ્હીકલ પોર્ટફોલિયોની કિંમતોમાં આશરે 1.5%નો વધારો કરવા જઈ રહી છે.આ પ્રાઈઝ અપડેટ અલગ-અલગ મોડેલ અને વેરિયંટ પર આધારિત રહેશે.
ADVERTISEMENT
'કિંમત સમીક્ષાનો જ એક ભાગ છે'
હીરો મોટોકોર્પ અનુસાર ટૂ-વ્હીલરનાં ભાવમાં વધારો એ કંપની દ્વારા સમયાંતરે કરવામાં આવતી કિંમત સમીક્ષાનો જ એક ભાગ છે. કંપનીએ જણાવ્યું કે'મોટરસાયકલ અને સ્કૂટરની કિંમતોમાં વૃદ્ધિ એ મૂલ્ય સમીક્ષાનો એક ભાગ છે જે કંપની સમય-સમય પર કિંમતની સ્થિતિ, ખર્ચ વગેરે જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને કરે છે અને તે એક વ્યાવસાયિક જરૂરિયાત છે.'
ગ્રાહકનાં પોકેટને કંપની આપશે પ્રોટેક્શન
તેમણે કહ્યું કે,' હીરો મોટરકોર્પ ગ્રાહકોનાં પોકેટ પર થનારી અસરને ઓછું કરવા માટે ઈનોવેટિવ ફાઈનેંસિંગ પ્રોગ્રામ ચાલુ રાખશે જેથી લોકોને ટૂ-વ્હિલર ખરીદવામાં સરળતા રહે. દેશનાં મોટાભાગનાં હિસ્સાઓમાં મોનસૂનની શરૂઆત અને અર્થવ્યવસ્થામાં સુધારની સાથે આવનારા ફેસ્ટિવ સીઝનમાં ઉદ્યોગોની સંખ્યા વધવાની શક્યતા છે.'
કેટલી મોંઘી થશે બાઈક?
નવી કિંમતો લાગૂ થયા બાદ જો કોઈ ગ્રાહક હીરો મોટોકોર્પની પેશન પ્રો બાઈક ખરીદે છે તો તેને આ બાઈક આશરે 1795 રૂપિયા મોંઘી મળશે. જે બાદ તેની કુલ કિંમત 91,550 થશે. વર્તમાનમાં તેની કિંમત 89,755 છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.