બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / તમારા કામનું / અમદાવાદમાં સિનિયર સિટીઝન માટે ખુશખબર, PMYJ વય વંદના યોજનાનો મળશે લાભ, 10 લાખ સુધીની મફત સારવાર
Last Updated: 07:23 PM, 7 November 2024
પ્રધાનમંત્રી દ્વારા સીનીયર સીટીઝન માટે શરૂ કરવામાં આવેલી વય વંદના યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોર્પોરેશન સંચાલિત 85 જેટલા અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનીટી હેલ્થ સેન્ટર પરથી આ કાર્ડ કાઢી આપવામાં આવશે. જે કોઈપણ સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવા ઈચ્છતા હોય તેઓ આધાર કાર્ડ નો પુરાવો રજૂ કરીને કાર્ડ મેળવી શકશે. આયુષ્યમાન એપ દ્વારા પણ ઘર બેઠા કાર્ડ મેળવી શકાશે. આ કાર્ડ દ્વારા 10 લાખ સુધીની સારવાર નિ શુલ્ક મેળવી શકાશે.
ADVERTISEMENT
પીએમજે યોજનામાં આવક મર્યાદા છે, પરંતુ વય વંદના યોજનામાં આવક મર્યાદા નથી. 70 વર્ષથી ઉપરના કોઈપણ વૃદ્ધ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે. શહેરના 85 અર્બન હેલ્થ સેન્ટર પર વય વંદના કાર્ડ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નાગરિકો માત્ર આધાર કાર્ડ સાથે આ સેન્ટર પર જઈને કાર્ડ બનાવી શકે છે. આ કાર્ડથી તેઓ 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવી શકશે.
યોજનાનો ઉદ્દેશ્ય દેશના દરેક વૃદ્ધ વ્યક્તિને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે. તેથી, સરકારે વૃદ્ધો માટે આવક અથવા અન્ય કોઈ માપદંડ નક્કી કર્યા નથી અને દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વૃદ્ધોને મળશે રાહત / ગુજરાતની આ મનપા વડીલો માટે શરૂ કરશે 'અવસર' યોજના, ઘરે બેઠા મળશે સેવાઓ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ / મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન તો ટ્રેલર છે! રેલવે વધુ 7 રૂટ તૈયાર કરશે, જાણો સંપૂર્ણ વિગત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.