ભાઇબીજનો દિવસ કેવો રહેશે તમારો, જાણો આજનું રાશિફળ

By : krupamehta 08:34 AM, 09 November 2018 | Updated : 08:34 AM, 09 November 2018
મેષ
દોડધામ બાદ સ્થિતિને પોતાની અનુકૂળ બનાવી શકશો. સામાજિક સ્થિતિ સારી તેમજ કાર્યક્ષેત્ર વિસ્તૃત થશે. મિતવ્યયિતાના મહત્વને સમજવું.બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બબતોમાં સફળતા મળશે.

વૃષભ
આજે આપે પોતાના મિત્રો સાથેના સંબંધોને જોવાની જરૂર છે. કદાચ આપ લોકો વચ્ચે ઈર્ષ્યા ઉભી થઈ રહી છે જે આગળ જઈને નુકસાનકારક નીવડી શકે છે. દોસ્તોથી વાત કરીને એનું કારણ જાણવાનો પ્રયત્ન કરજો - જો કોઈ ત્રીજી વ્યક્તિ આપ અને આપનાં દોસ્તો વચ્ચે કોઈ તડ પાડવાનો પ્રયત્ન કરી રહેલ છે તો એનીથી દૂર જ રહેશો.

મિથુન
આજે આપનો કોઈ મિત્ર આપની પાસેથી મદદ માંગી શકશે. આ મિત્રને કદાચ આપની મદદની જરૂર પણ હોય. આ મિત્રની સાથે વફાદારી નિભાવજો એના ભલા માટે આપે એની આલોચના પણ કરવી પડે તો પણ પીછેહટ ન કરશો. જો આપનો મિત્ર કોઈ ભૂલ કરે છે તો એની ભૂલની એને પ્રતીતિ અવશ્ય કરાવો.

કર્ક
આજે આપને આપના પરિવારના કોઈ સદસ્યે લીથેલો નિર્ણય બરોબર ન લતો. આ નિર્ણયની અસર આપના પર પણ થઈ શકે છે. પરંતુ આપ એવી સ્થિતિમાં નથી કે એને આપ બદલી શકશો. એટલે સારૂં તો એજ છે કે આપ એની કોઈ ફરીયાદ ન કરીને એને એમને એમ સ્વીકારી લેજો. ધ્યાન રાખજો કે કેટલીક લડાઈઓ વગર લડયેજ જીતી શકાય છે.

સિંહ
વડીલો સાથે વિવાદમાં ન પડવું. ઉચ્ચસ્તરીય ધાર્મિક યાત્રાનો યોગ. પવિત્ર ધાર્મિક સ્થળોની યાત્રા વગેરેનો યોગ. ઘરમાં મહેમાનનું આગમન થશે.પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્‍મક કાર્ય થશે.

કન્યા
આજે કારણ વગર આપના મનમાં ઉદાસ રહેશે. પરંતુ આપ ચિંતા નકરશો. આ ઉદાસ અવસ્થા પણ જલ્દી ખત્મ થઈ જશે. અત્યારે આપ ખૂબજ અસુરક્ષિત અનુભવો છો. પરંતુ ટૂંકમાંજ આપ પોતાની જીંદગીમાં સુરક્ષા અને સ્થિરતા મેળવશો. આ ડર જીંદગીની રાહમાં નાના મોટા ખાડાઓ જેવો છે.|

તુલા
ખાસ મહત્વનાં આર્થિક કાર્યોમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. નાણાંકીય કાર્યો માટે વિશેષ યાત્રા. ગહન સંશોધન સંબંધી કાર્ય થશે.માનસિક ત્રાસદીથી બચવું. આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ. જળ વિભાગોથી ભાગ્‍યવર્ધક સફળતા મળશે.

વૃશ્ચિક
આજનો દિવસ આપને માટે ખુશી અને સંતોષ ભરેલો નીવડશે. આ દિવસ આપને માટે મોટી સફળતાઓવાળો છે. આ બધું આપની ધીરજ, ઈચ્છાશક્તિ અને સખત મહેનતનુંજ પરિણામ છે. આ સમય આપને માટે ખુશી ઉજવવાનો છે વિલંબ શેનો છે! પોતાના દોસ્તાને બોલાવો અને મઝા કરો.

ધન
આજે ઘરે અવર જવર થતી રહેશે. ઘરે ઘણાં બધા કાયો એકસામટાં ચાલતા રહેશે. આજે આપના ઘરે વિદેશથી મહેમાનોને આવવાની સંભાવના છે. પોતાની તમામ મુશ્કેલીઓને એક બાજુએ મૂકીને પોતાના દોસ્તો અને સંબંધીઓ સાથે મઝા કરો.

મકર
આજે પોતાના પરિવાર અને દોસ્તોની વાત સાંભળવાને બદલે પોતાના દિલની વાત સાંભવો. આપની અંતરની અવાજ આપને સાચી દિશા બતાવશે. યાદ રાખો કે આપ પોતાનેજ આટલી દૂર સુધી લાવ્યા છો. અને આપે સાચો નિર્ણય લેવાનો છે.

કુંભ
શિક્ષા, જ્ઞાન, આધ્યાત્મના કાર્યોમાં મન લાગશે. ધર્મ, માંગલિક કાર્યોના સંબંધામાં ચિંતનનો યોગ. ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે.વ્‍યાપાર સારો ચાલશે. સાહસનો લાભ મળશે. સામાજિક કાર્યોમાં આપનો સક્રિય સહયોગ રહેશે. સંતાનના આરોગ્‍ય સંબંધી ચિંતા દૂર થશે.

મીન
આજે આપ પોતાના પરિવારની કોઈ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરશો બીજા લોકો આપના ફેસલા માટે આપની કૌશલ્ય અને યોગ્યતા પર નિર્ભર રહેલા છે. બધાજ આપના પરજ નિર્ભર છે કદાચ આ વાતથી આપને કંઈક આશ્ચર્ય પણ થાય તો પણ એમની સમસ્યા ઉકેલવાનો પુરો પ્રયાસ કરજો. આપના સહાયતાના ખૂબજ વખાણ થશે.Recent Story

Popular Story