બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Here Is The Diet Plan and Lifestyle Of Bear Grylls

હેલ્ધી લાઈફસ્ટાઈલ / મોદી સાથે જંગલોમાં Man Vs Wildનો શો કરનાર બેઅર ગ્રિલ્સ ફોલો કરે છે આ ડાયટ પ્લાન

Last Updated: 10:27 AM, 16 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે એ જાણો છો કે રિઅલ લાઈફમાં બેઅર ગ્રિલ્સ શું ખાય છે.? આજે અમે આપને આ વિશેની માહિતી આપી રહ્યા છીએ. જાણો બેઅર ગ્રિલ્સને શું પસંદ છે અને શું નહીં. તે પોતે શું રાંધવું પસંદ કરે છે.

ડિસ્કવરી ચેનલના જાણીતા પ્રોગ્રામ 'મેન વર્સેઝ વાઈલ્ડ'ને કારણે પીએમ મોદી સાથે બનેલા બેઅર ગ્રિલ્સ પણ જાણીતા બન્યા છે. આ શોનું શૂટિંહ કૉર્બેટ નેશનલ પાર્કમાં કરવામાં આવ્યું હતું. બેઅર ગ્રિલ્સને જંગલમાં એડવેન્ચર કરતાં અને સાથે નેચર સાથે રહેતા તો તમે જોયા જ હશે. કીડા-મકોડાથી લઈને જાનવરોનું માંસ પણ તેઓ ખાઈ લે છે. પણ શું તમે એ જાણો છો કે રિઅલ લાઈફમાં બેઅર ગ્રિલ્સ શું ખાય છે.? આજે અમે આપને આ વિશેની માહિતી આપી રહ્યા છીએ. જાણો બેઅર ગ્રિલ્સને શું પસંદ છે અને શું નહીં. તે પોતે શું રાંધવું પસંદ કરે છે.

ઉલ્લેખનીય છે કે બેઅર પોતાના દિવસની શરૂઆત મિક્સ જ્યૂસથી કરે છે. વર્કઆઉટ બાદ તેઓ સ્મૂધી પીવાનું પસંદ કરે છે. તેમાં પણ તેઓ ખાસ કરીને કેળા ચીયા પ્રોટીન સ્મૂધી જ લે છે. બ્રેકફાસ્ટમાં ફ્રોઝન ખીરું, એક નાનો ટુકડો આદુ, ફ્રોઝન બ્રોકોલી, અડધું લીંબુ અને થોડું પાણી લઈને તેને મિક્સરમાં બ્લેન્ડ કરી લે છે. અને તેને પીવે છે. તેનાથી મને તાકત મળે છે. તેઓએ કહ્યું પણ છે કે મારી આ રેસિપી મારી પત્નીને જરાય પસંદ નથી. 

બેઅરને ઈંડા ખૂબ જ પસંદ છે. તેઓ પોતે સ્ક્રૈમ્બલ એગ સારા બનાવી લે છે. રવિવારની રાતે હું સૌને માટે ખૂબ જ એકસ્ટ્રા વર્જિન ઓઈલ નાંખીને ટેસ્ટી સ્ક્રૈમ્બલ એગ બનાવું છું. મને ઘરે બનાવેલી ચોકલેટ, રૉ કાકાઓ અને મેપલ સિરપ પસંદ છે.જ્યારે પણ હું ઘરથી દૂર હોઉં ત્યારે આ ચીજો મને ખૂબ યાદ આવે છે અને તેને ખાવાનું મન પણ થાય છે. તે ટેસ્ટી હોય છે અને તેનાથી તાકાત પણ મળે છે. 

એક ઇન્ટરવ્યૂમાં બેઅરે કહ્યું છે તે મને ચોખ્ખું અને હેલ્ધી ખાવાનું પસંદ છે. જંકફૂડથી તેઓ દૂર રહેવું પસંદ કરે છે. આ સિવાય ઘરમાં તો મીટ અને ડેરી પ્રોડક્ટ્સ અવોઈડ કરે છે. તેઓ માને છે કે તેનાથી શરીરમાં આળસ આવે છે. બેઅર ઘરે હોય તો માછલી અને મીટનું સેવન કરતા નથી. આ સમયે તેઓ પ્રોટીન માટે કિનોઆ, નટ્સ અને દાળનો ઉપયોગ કરે છે. કેક તેમને ખૂબ પસંદ છે માટે તેમના બાળકો સાથે મળીને કેક ખાઈ લે છે. 

ફોટો સૌજન્ય- Social Media

સંકળાયેલા મુદ્દાઓ

Bear Grylls Diet Plan of Bear Grylls Habits Of Bear Grylls Lifestyle of Bear Grylls ડાયટ પ્લાન બેઅર ગ્રિલ્સની લાઈફસ્ટાઈલ Bear Grylls
Bhushita
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ