જો તમે Whatsapp પર ભૂલથી ખોટા માણસને મેસેજ મોકલી દીધો છે તો તમે "Delete for Everyone" ફીચરનો ઉપયોગ કરીને મેસેજ ડિલીટ કરી શકો છો. ત્યારબાદ આ મેસેજ કોઇને જોવા મળતો નથી. વોટ્સએપ આ ફીચર ગત વર્ષે લાવ્યું હતું. મેસેજને ડિલીટ કરવા માટે યૂઝરને મેસેજ સિલેક્ટ કરવાના હોય છે ત્યારબાદ "Delete" આઇકન પર ક્લિક કરીને બે વિકલ્પ જોવા મળે છે.
એમાં તમને "Delete for Everyone" વિકલ્પ સિલેક્ટ કરીને મેસેજ ડિલીટ મારી શકાય છે. પરંતુ મોટાભાગે એવું થાય છે તમારો કોઇ મિત્ર મજાકમાં પણ મોકલેલા મેસેજ ડિલીટ કરી દે છે તો ખૂબ બેચેની રહે છે કે શું મોકલ્યું હશે તો જાણો કેવી રીતે ચેક કરી શકો છો કોને તમને મેસેજ મોકલ્યો.
જ્યારે પણ મેસેજ ડિલીટ થઇ જાય છે તો એની જગ્યાએ લખ્યું હોય છે કે This message was deleted. આ સેન્ડર અને સિલીવર ચેટમાં જોવા મળે છે. પરંતુ તેમ છતાં મેસેજને રિસીવ કરનાર વ્યક્તિ આ મેસેજને વાંચી શકે છે. એના માટે એને કોઇ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો ફરજીયાત થશે જે ફોનની નોટિફિકેશનને એક્સેસ કરી શકશે અને નોટિફિકેશનના રૂપમાં હાલના ડિલીટ મેસેજને દેખાડી શકાશે.
આ ઉપરાંત જણાવી દઇએ કે કંપની 4 નવા ફીટર્સનું ટેસ્ટિંગ કરી રહી છે. Android Police ના રિપોર્ટ અનુસાપ આ હાલમાં એન્ડ્રોઇડ Pie બીટા માટે છે જેનાથી જો યૂઝરને કોઇ ફોટો મોકલે છે કો એ નોટિફિકેશનથી જ imageને મોટા ફોર્મેટમાં જોઇ શકશે. ધ્યાનમાં રાખો કે આ GIF અને video માટે નહીં થાય એમાં માત્ર આવેલા ફોટોઝને જ નોટિફિકેશનથી લાર્જ ફોર્મેટમાં પ્રીવ્યૂ કરવામાં આવશે.