અહીં જ્ઞાન માટે હનુમાનજીએ કર્યા હતા લગ્ન, પત્ની સુવર્ચલા સાથે થાય છે પુજા

By : vishal 04:31 PM, 11 January 2019 | Updated : 04:31 PM, 11 January 2019
ભગવાન હનુમાનજી બ્રહમચારી હતા તેવુ ઘણા લોકો માને છે, પરંતું હનુમાનજીનું એક એવું મંદિર પણ છે. જ્યાં તેમની પત્ની સાથે ભગવાનની પૂજા કરવામાં આવે છે. તેલંગણાના ખમ્મમ જીલ્લામાં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલાની પૂજા કરવામાં આવે છે. વર્ષો જૂનુ આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં જેઠ સુદ દશમના દિવશે હનુમાજીના લગ્નનો મહોત્સવ ઉજવવામાં આવે છે. જોકે ઉત્તરભારતમાં રહેતાં લોકો માટે આ ચોંકાવનારી બાબત છે. કારણ કે, હનુમાનજીને બાળ બ્રહમચારી માનવામાં આવે છે.
 


જ્ઞાન પ્રાપ્તિ માટે કર્યા લગ્ન:
ભગવાન હનુમાનજી સુર્ય દેવતાને પોતાના ગુરૂ માનતા હતા. સુર્ય દેવ પાસે નવ દિવ્ય વિદ્યા હતી. આ બધી વિદ્યાઓનું જ્ઞાન હનુમાનજી પ્રાપ્ત કરવા માગતા હતા. સુર્ય દેવતાએ નવમાંથી પાંચ વિદ્યાતો હનુમાનજીને શીખવાડી પરંતું ચાર વિદ્યા માટે સુર્ય દેવ ધરમસંકટમાં હતા. કારણ કે, સુર્ય દેવ પાછળની ચાર વિદ્યા વિવાહિત શિષ્યોને જ આપી શકે તેમ હતા અને હનુમાન બાળ બ્રહમચારી હતા. જેથી સુર્ય દેવે હનુમાનજીને લગ્ન કરવાની વાત કરી અને વિદ્યા પ્રાપ્તિ માટે હનુમાનજીએ લગ્નની હા પાડી. લગ્ન કરવા છતાં રહ્યા બ્રહમચારી:
હનુમાનજીની અનુમતી બાદ સુર્ય દેવતાના તેજથી એક કન્યાનો જન્મ થયો. જેનુ નામ સુવર્ચલા હતું. સુર્ય દેવે હનુમાનજીને કહ્યું કે, લગ્ન કર્યા બાદ પણ તેઓ બ્રહમચારી રહેશે કારણ કે, લગ્ન બાદ સુવર્ચલા તપસ્યામાં લિન થઇ જશે. હિન્દુ માન્યતાઓ મુજબ, સુવર્ચલાનો જન્મ કોઇ ગર્ભથી નહોતો થયો. Recent Story

Popular Story