બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:14 PM, 19 September 2024
Natra Jhagda Tradition in MP: મધ્યપ્રદેશના એક જિલ્લાની એવી પ્રથા છે જેના વિશે તમને જાણીને નવાઈ લાગશે. અહી આજે પણ દીકરીઓ પ્રત્યે સમાજની વિચારસરણી બદલાઈ નથી. એક જિલ્લામાં પંચાયત દ્વારા દીકરીઓની નીલામી કરવામાં આવે છે.
ADVERTISEMENT
અમે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં એક ખરાબ પ્રથા વિશે જણાવી રહ્યા છીએ. જ્યાં પંચાયતમાં વહૂ-બેટીઓ માટે બોલી લગાવવામાં આવે છે. બિડ માટે લાખો રૂપિયા લેવામાં આવે છે. જે સૌથી વધુ બોલી લગાવે છે તેને દીકરી અને વહુને સોંપવામાં આવે છે. માર્કેટમાં બીજું કોઈ વેચવા આવતું નથી. પરિવારના સભ્યો પોતે જ સોદો કરે છે. નીલામી પતિ અને માતા-પિતાની હાજરીમાં જાહેરમાં થાય છે. લગ્ન પછી પતિ તેની પત્નીની નીલામી કરે છે.
ADVERTISEMENT
આ કુપ્રથા વર્ષોથી ચાલી આવે છે. આને નાતરા ઝઘડા પ્રથા કહે છે. પરંતુ હવે પોલીસે તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યારે એસપી એક વ્યક્તિને એક મંદિરમાં લઈ ગયા અને માફી મંગાવવામાં આવી. મહિલાને તેની કેદમાંથી મુક્ત કરવામાં આવી હતી.
દર વર્ષે ઘણા કિસ્સાઓ બને છે
જાણવા આવી રહ્યું છે કે એમપીના રાજગઢ જિલ્લામાં વર્ષોથી આ ખરાબ પ્રથા ચાલુ છે. દર વર્ષે પોલીસ નાતરા ઝઘડાના સેંકડો કેસ નોંધે છે. ઘણી એનજીઓ પણ આ દુષણને નાબૂદ કરવા માટે અભિયાન ચલાવી રહી છે. પરંતુ આજે પણ ઘણી જગ્યાએ આ પ્રથા ચાલુ છે. જેના કારણે અનેક મહિલાઓની જીંદગી બરબાદ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એસપી આદિત્ય મિશ્રા મંદિરમાં એક વૃદ્ધ વ્યક્તિને માફી મંગાવતા જોવા મળ્યા હતા. વૃદ્ધ મહિલા કસમ ખાઇ કહે છે તે ભવિષ્યમાં આવું નહીં કરે. જે બાદ રાજકારણ પણ ગરમાયું હતું.
આરોપ છે કે એ વ્યક્તિએ તેના મિત્રની પુત્રીની નીલામી કરી હતી. છોકરીના બાળ લગ્ન થયા હતા, જેને પતિ રાખવા માંગતો ન હતા. આ પછી નીલામી માટે પંચાયત યોજાઈ હતી. જેમાં મહિલાની બોલી લગાવી હતી. મામલો સામે આવતા જ એમપી પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે મહિલાને તેની માતાને સોંપી હતી. 1.5 લાખમાં યુવતીને વેચી દીધી હોવાના આક્ષેપો થયા હતા.
આ પણ વાંચોઃ પિતાનું સપનું પૂરું કરવા આપી UPSC પરીક્ષા, પછી IPS અને હવે IAS, કોણ છે મુદ્રા ગૈરોલા?
લગ્ન માટે માંગણી કરવામાં આવે છે
જ્યાં બાળ લગ્નો થાય છે ત્યાં નાતરા ઝઘડા પ્રથા ચાલુ છે. લગ્ન બાદ યુવતીનું તેના સાસરિયામાં શોષણ થાય છે. જે બાદ સાસરિયા યુવતીને રાખવાની ના પાડી તેને તેના પિયર મોકલવામાં આવે છે. પરંતુ પતિ મહિલાને છૂટાછેડા આપતો નથી. કારણ કે પિયરપક્ષ છૂટાછેડા માટે લાખો રૂપિયાની માંગણી કરે છે. જે બાદ નીલામી માટે બંને પક્ષો પંચાયત બોલાવે છે. છોકરાનો પક્ષ તેની માંગણી મુકે છે. જો છોકરીનો પક્ષ આ માંગણી પુરી ન કરી શકે તો છોકરીના લગ્ન અન્ય કોઈ સાથે કરાવવાનું નક્કી કરવામાં આવે છે. લગ્નના બદલામાં પૈસા લેવામાં આવે છે. જે બાદ નાતરા ઝઘડો પુર્ણ થાય છે.
યુવતીના માતા-પિતા પૈસા ન આપે તો તેના સાસરિયાઓ તેને હેરાન કરે છે. મજબુર થઇને પરિવારના સભ્યોએ આવી પંચાયત બોલાવવાની ફરજ પડે છે. 2019ની વાત કરીએ તો અત્યાર સુધીમાં 817 કેસ પોલીસ સમક્ષ આવ્યા છે. પોલીસે છેલ્લા 3 વર્ષમાં 458 કેસ નોંધ્યા છે. પોલીસ પણ અભિયાન ચલાવીને લોકોને આ પ્રથા સામે જાગૃત કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.