Team VTV09:39 AM, 14 Jan 20
| Updated: 10:14 AM, 14 Jan 20
અમદાવાદીઓમાં ઉત્તરાયણને લઇ અનેરો ઉત્સાહ છે. ત્યારે ઉત્તરાયણમાં પતંગની સાથે ઉંધિયાની પણ અમદાવાદીઓ મજા માણે છે. ઉત્તરાયણે અમદાવાદીઓ કરોડોનું ઉંધિયુ આરોગશે. આજે ઉતરાયણને ધ્યાનમાં રાખીને જગન્નાથ મંદિરમાં પણ પતંગ થીમનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અનેક દર્શનાર્થીઓ વહેલી સવારથી જ મંદિરમાં અને દાન પુણ્યમાં જોડાઈ ચૂક્યા છે.
આજે અમદાવાદીઓ આરોગશે કરોડોનું ઉંધિયું
ઉંધિયું અને જલેબી માટે લાગી લાઈનો
મંદિરોમાં પતંગ થીમ પર કરાયું ડેકોરેશન
આજનો ઉંધિયા અને જલેબીનો ભાવ
જો હજુ સુધી તમે ઉંધિયું બનાવવાનો પ્લાન નથી કર્યો અને બહારનું ઉંધિયું લાવવાના વિચારમાં છો તો તમે આ મોંઘા ભાવનું ઉંધિયું અને જલેબી ખરીદવા તૈયાર રહો. આજે માર્કેટમાં ઉંધિયુ રૂ. 320 કિલો અને જલેબી રૂ. 600 કિલોના ભાવે મળશે. શાકભાજીના ભાવ વધતા ઉંધિયાના ભાવમાં પણ 20 રૂપિયાથી વધુનો વધારો થયો છે.
આજે અમદાવાદીઓ કરશે આ ધાર્મકિ કાર્યો
મકરસંક્રાતિના દિવસે દાનનું વિશેષ મહત્વ રહ્યુ છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે આજે દાનથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે લોકો ગાયની પૂજા કરીને ઘાસનું દાન કરતા હોય છે. ગાયને ઘાસ આપીને ભગવાનના દર્શન કરવા માટે પહોંચતા હોય છે. વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી. જગન્નાથ મંદિરમાં વિશેષ વિશેષ સુશોભન કરવામાં આવ્યુ છે. પતંગની અલગ અલગ થીમ પર મંદિરનું ડેકોરેશન કરાયુ છે. દર્શનાર્થીઓએ ભગવાનને પતંગ અપર્ણ કર્યા હતા.