Here are the Numbers of Suicide Cases of 2020 due to Economical Crisis
ના હોય! /
કોરોનામાં આ કારણે લેવાયો આટલા લોકોનો ભોગ, આત્મહત્યા કરનારામાં સૌથી વધુ મોત વિવાહિત પુરુષોના
Team VTV05:47 PM, 01 Dec 20
| Updated: 05:51 PM, 01 Dec 20
2020નું વર્ષ કોરોના મહામારીના કારણે સૌથી વધુ ચૌંકાવનારું અને મુશ્કેલીભર્યું રહ્યું છે. આ સમયે મહામારીની સાથે લોકડાઉનના કારણે લોકો આર્થિક તંગીનો સૌથી વધુ ભોગ બન્યા છે. એનસીઆઈબી (National Crime Investigation Bureau)ના એક રિપોર્ટ અનુસાર 2019માં સૌથી વધુ આત્મહત્યાનું કારણ ગૃહ કંકાસ રહ્યું હતું. જ્યારે 2020માં આ કારણ આર્થિક સંકડાસને માનવામાં આવી રહ્યું છે. આત્મહત્યા કરનારામાં સૌથી વધુ આંક વિવાહિત પુરુષોનો માનવામાં આવી રહ્યો છે.
દેશમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું
2020માં આત્મહત્યાનું કારણ આર્થિક તંગી
2019માં આત્મહત્યાનું કારણ ગૃહ કંકાસ હતું
આ વર્ષે આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરવાના કિસ્સા દેશમાં સતત વધી રહ્યા છે. અનેક રાષ્ટ્રો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી અને રાજસ્થાનનો સમાવેશ થઈ રહ્યો છે.
રિપોર્ટમાં કરાયો છે આ વાતનો ઉલ્લેખ
વિશ્લેષકોનું માનવું છે કે 2021ના એનસીઆઈબી રિપોર્ટમાં આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરનારાના બનાવો મોખરે રહ્યા છે. કોરનાની બીજી લહેરના કારણે આર્થિક કારોબાર ફરીથી પ્રભાવિત થઈ રહ્યા છે.
આત્મહત્યા માટે આ કારણો રહ્યા હતા જવાબદાર
ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ આત્મહત્યાના કેસ આ વર્ષે જોવા મળ્યા છે. મુખ્ય કારણોની વાત કરીએ તો નિરાશા, અટકેલા રૂપિયા, ઉધારી, દગાખોરી, નોકરી જવી વગેરે રહ્યા છે. અત્યાર સુધીમાં સુરતમાં આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરવાના રોજના 2 કેસ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અહીં 21 કેસ નોંધાયા છે જેમાં 11 હીરા વ્યવસાયી અને કપડાં વ્યવસાયી છે.
સૌથી વધારે મૃત્યુ પામનારા વિવાહિત લોકો
કુલ 7655 લોકોએ આત્મહત્યા કરી છે જેમાં 5168 પુરુષો અને 2468 મહિલાઓ હતી. સૌથી વધુ મોટી સંખ્યા 5491 વિવાહિતોની હતી. 3752 વિવાહિત પુરુષોએ અને 1739 મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો જ્યારે 1120 અવિવાહિત પુરુષો અને 630 અવિવાહિત મહિલાઓએ મોતને વહાલું કર્યું હતું.
7655 માંથી 2139 પારિવારિક સમસ્યાથી હતા હેરાન
ગુજરાત સરકારના રેકોર્ડમાં ગયા વર્ષે 7655 લોકોએ આત્મહત્યા કરી હતી. તેમાં 2139એ પારિવારિક કારણો અને 1638 લોકોએ બીમારીથી પરેશાન થઈને આત્મહત્યા કરી હતી. જ્યારે ગરીબી એટલે કે આર્થિક તંગીથી 106, બેરોજગારીથી 219, પ્રેમ સંબંધમાં 495, લગ્નના કારણે 296, પરીક્ષામાં નાપાસ થવાના ડરના કારણે 180, સામાજિક પ્રતિષ્ઠાને ઠેસ પહોંચવાના ડરથી 33, દહેજના કારણે 28 લોકોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
ચિંતાજનક વાત તો એ છે તે આર્થિક તંગીથી મૃત્યુ પામનારાની સંખ્યા ગયા વર્ષે ઓછી હતી. આત્મહત્યાનું પગલું ભરનારામાં ગુજરાતના 10માં ધોરણના વધારે બાળકો એટલે કે લગભગ 237 બાળકો અને 870 અશિક્ષિત લોકો અને 5045 લોકો જે ફક્ત 10મું ધોરણ સુધી જ ભણ્યા છે તેમનો સમાવેશ થઈ રહ્યો છે.