here are six tips that can protect your vehicle from thieves
Auto Tips /
આ 6 બાબતો રાખો ધ્યાનમાં, કોઈ તમારી કાર ચોરી નહીં કરી શકે
Team VTV12:49 PM, 29 Feb 20
| Updated: 12:53 PM, 29 Feb 20
ભારતમાં આજે પણ અનેક શહેરોમાં કાર ખરીદવી એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે. કાર સસ્તી હોય કે મોંઘી કાર ખરીદનારની ખુશી એક જેવી જ હોય છે. એવામાં જો કોઈની નવી કાર ચોરી થઈ જાય તો રાતની ઊંઘ ઉડી જાય. જોકે, કારનું ઈન્શ્યોરન્સ હોય તો પણ પૂરા પૈસા મળતા નથી. આ સિવાય ઈન્શ્યોરન્સની રકમ પણ દર વર્ષે ઘટતી જાય છે. એવામાં નવા કારની ખુશી તમને મોટો ઝટકો ન આપે તે માટે આજે અમે તમને એવી પાંચ ટિપ્સ જણાવીશું, જે તમારી કારની સલામતીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
તમારી પાસે કાર હોય તો આ સમાચાર છે તમારા કામના
તમારી નાની બેદરકારીથી કાર ચોરાઈ શકે છે
કાર ચોરી ન થાય તે માટે આટલી વાતોનું રાખો ધ્યાન
સ્ટીયરિંગ વ્હીલ લોકર
કાર ચોરી થતાં બચાવવા માટે સ્ટીયરિંગ વ્હીલ લોકર બહુ જ ઉપયોગી છે. તમે ઓનલાઈન અથવા કોઈ શોપ પરથી તેને ખરીદી શકો છો. સ્ટીયરિંગ વ્હીલ લોકર કારના સ્ટીયરિંગ લ્હીલને લોક કરી દે છે. તેનાથી કાર લોક થઈ જાય છે. એવામાં જો ચોર કારની અંદર ઘૂસી પણ જાય તો પણ તે કારની ચોરી કરી શકશે નહીં.
ટાયર લોક
કારને ચોરી થતાં બચાવવા માટે આ એક બહુ જ જરૂરી ફીચર છે. તેનાથી કારના ટાયર લોક થઇ જાય છે. ટાયર લોકરને તોડવું ખૂબ જ મુશ્કેલ છે. સાથે જ તેને તોડવામાં ચોરને વધુ સમય પણ લાગે છે. આ જ કારણ છે કે ટાયર લોકર જોતા જ ચોર ગાડીને ચોરી કરવાની કોશિશ કરતા નથી.
સુરક્ષિત પાર્કિંગ
ઘણીવાર પૈસા બચાવવાના ચક્કરમાં લોકો ગાડી પાર્કિંગમાં પાર્ક કરવાની જગ્યાએ ગમે ત્યાં ઊભી કરી દે છે. ચોર આ ભૂલનો ફાયદો ઉઠાવે છે. જો તમે કોઈ અજાણી જગ્યાએ જઈ રહ્યાં છો તો કારને પાર્કિંગમાં જ પાર્ક કરવામાં ભલાઈ છે. જો તમે લાંબા સમય માટે કાર પાર્ક કરીને જઈ રહ્યાં છો તો જરૂરી છે કે કારને યોગ્ય રીતે પાર્ક કરવી.
પાર્કિંગમાં લગાવો સીસીટીવી
મેટ્રો શહેરોમાં હમેશાં પાર્કિંગની સમસ્યા રહે છે. એવામાં જો તમારી કાર ઘરની બહાર ઊભી રહે છે તો ત્યાં સીસીટીવી અવશ્ય લગાવી દો. જો તમારી કાર ચોરી પણ થઈ જાય તો ચોરને સરળતાથી પકડી શકાય છે. પોલીસ પણ સીસીટીવીની મદદથી ચોરને જલ્દી પકડી લે છે અને ચોર પર સીસીટીવી હોય ત્યાં જતાં ડરે છે.
જીપીએસ ટ્રેકર
અત્યારે મોટાભાગની કારમાં જીપીએસ ટ્રેકર લાગેલું હોય છે, જો તમારી કારમાં ઈનબિલ્ટ ન હોય તો તેને અલગથી લગાવી દો. આની મદદથી તમે સ્માર્ટફોનથી તમારી કાર ટ્રેક કરી શકો છો. આ ફીચરની મદદથી સરળતાથી ચોરને પકડી શકાય છે.
બેદરકારી ન કરવી
તમારી નાની અમથી બેદરકારીથી પણ કાર ચોરી થઈ શકે છે. જેથી કાર પાર્ક કરતી વખતે ચેક કરી લેવું કે કારના કાંચ બંધ છે અને વ્યવસ્થિત જગ્યાએ કાર પાર્ક કરવી.