બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:23 PM, 8 August 2024
કુલ 12 જ્યોતિર્લિંગમાંથી આપણાં ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ આવેલા છે પહેલું સોમનાથ અને બીજું દ્વારકામાં આવેલ નાગેશ્વર અને આ મંદિર વિશે લગભગ લોકો જાણે જ છે પણ શું તમને ખબર છે કે દ્વારકામાં બીજું એક મહાદેવનું મંદિર આવેલું છે જે ભડકેશ્વર મંદિર તરીકે જાણીતું છે. આ મંદિરને લઈને એવું કહેવય છે કે લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં અરબી સમુદ્રમાં એક શિવલિંગ દેખાયું હતું, જે આજે ભડકેશ્વર મહાદેવના નામે જાણીતું છે અને આ મંદિર દરિયાની વચ્ચે આવેલું છે. આ કારણે પહેલા અહીં દર્શન કરવા જવામાં મુશ્કેલી થતી હતી પણ હવે મંદિરમાં દર્શન કરવા માટે દરિયા પરથી રસ્તો બનાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
હવે દરિયા પાસે આવેલ શિવ મંદિરની વાત આવી છે તો દીવમાં આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર કેવી રીતે ભુલાઈ.. કહેવાય છે કે પાંડવોએ વનવાસકાળ દરમિયાન બનાવ્યું હતું અને તમને અહીં પાંચ શિવલિંગ પણ જોવા મળશે. આ મંદિરની ખાસ વાત એ છે કે શિવલિંગ પર દરિયો પોતે જળાભિષેક કરે છે. દરિયાકિનારે આવેલ આ મંદિરમાં લહેરો અહીં ખડકો સાથે અથડાય છે અને શિવલિંગનો અભિષેક કરે છે.
ADVERTISEMENT
આવું જ એક અનોખુ શિવ મંદિર ભરૂચ જિલ્લાના કાવી ગામ પાસે દરિયા કિનારે આવેલું છે અને તેનું નામ છે સ્તંભેશ્વર મહાદેવ મંદિર. એવું કહેવાય છે એક મંદિરની સ્થાપના ભગવાન શિવના પુત્ર કાર્તિકેય દ્વારા કરવામાં આવી હતી અને આ મંદિર દરિયામાં થતાં ભરતી-ઓટને કારણે દિવસમાં બે વખત દરિયાના પાણીમાં ડૂબી જાય છે અને પછી ફરી દેખાવા લાગે છે. લોકો માને છે કે ભગવાન શિવનો જલાભિષેક સમુદ્રના પાણીથી કરવામાં આવે છે અને આ જોવા માટે લોકો સવારથી રાત સુધી અહીં રહે છે.
આપણાં ગુજરાતના ભાવનગરમાં આવું જ એક અનોખું શિવ મંદિર આવેલું છે જે નિષ્કલંક મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. એવું કહેવય છે કે મહાભારતના યુદ્ધ પછી પાંડવો પર પોતાના સબંધીઓના મૃત્યુ પાપ કે કલંક લાગ્યો હતો તેને ધોવા માટે એમને આ દરિયા કિનારે સ્નાન કર્યું હતું અને આ કારણે જ આ જગ્યાનું નામ નિષ્કલંક પડ્યું હતું અને અને અહીં પાંડવોએ સ્થાપેલા પાંચ શિવલિંગ પણ છે.
કહેવાય છે કે અહીં શિવલિંગ પર દિવસમાં બે વખત સમુદ્રના જળથી જળાભિષેક કરવામાં આવે છે અને દિવસમાં બે વખત ઓટના સમયે લોકો અહીં દરિયામાં 1.5 કિલોમીટર ચાલીને દર્શન કરવા આવે છે. જો તમારી આસપાસ પણ મહાદેવના એવા કોઈ મંદિર આવેલા છે જેના વિશે કોઈ વધુ નથી જંતુ તો અમને કોમેન્ટ કરીને મંદિરનું નામ અને જગ્યા વિશે જણાવજો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.